________________
!
પ્રશંસા અને ઉચિત કાળજી કરી હોય છે. પણ બીજા શિષ્યો ઈર્ષ્યાદિ દોષોની આગમાં ગુરુનો ભોગ લઈ લે છે. નિર્દોષ ગુરુને દોષિત કરી દે છે.
આમાં તો સૌથી વધુ દોષપાત્ર તો એ શિષ્ય જ છે. પોતાનો સ્વાર્થ ઘવાય, પ્રતિસ્પર્ધીનો વિકાસ થવાથી પોતાની ઈર્ષ્યાને બળતણ મળે... એ બધામાં ગુરુનો શું દોષ ? પણ આ શિષ્ય સ્વદોષ જોવા તૈયાર જ ન થાય.
પોતાનો શિષ્ય થતો ન હોય અને બીજાનો શિષ્ય થાય, ગુરુ એમાં રજા આપે એટલે ગુરુ ઉપર ગુસ્સો કરે કે “ગુરુ એને શિષ્યો બનાવી આપે છે, મને નહિ.” પણ એ વિચારે જ નહિ કે “મારી જ કોઈ ખામી છે ને ? કે કોઈ મારો શિષ્ય થવા આવતું નથી. કોઈ મારો શિષ્ય થવા આવ્યું હોય અને ગુરુએ ના પાડી હોય એવું ક્યાં બન્યું છે ? તો મારી અપાત્રતાને ગુરુ ઉપર શું કામ ઢોળવી ?”
પોતાની વ્યાખ્યાનશક્તિ ઓછી હોય, લોકોને ગમતું ન હોય અને એટલે પોતાના વ્યાખ્યાનમાં સંખ્યા ઓછી થાય, બીજાના વ્યાખ્યાનમાં ખૂબ સંખ્યા થાય. લોકો પણ ગુરુ પાસે બીજાના જ વ્યાખ્યાનની માંગણી કરે અને ગુરુ પણ ‘લોકો વધુ પામે’ એ આશયથી એ સારા વ્યાખ્યાનકારને વ્યાખ્યાન સોંપે. હવે અલ્પપુણ્યવાળો સાધુ મનમાં જ વિચારે કે “ગુરુ પક્ષપાત કરે છે, પેલાને જ કાયમ વ્યાખ્યાન સોંપે છે. અમને સોંપતા નથી. અમને ચોમાસાના ક્ષેત્રો પણ ગમે તેવા આપે છે...” પણ પોતાની અલ્પશક્તિ, અલ્પપુણ્યાદિને તો જોવાની ફુરસદ જ નહિ.
આવું તો ઢગલાબંધ બાબતોમાં બનતું હોય છે. તદ્દન નિર્દોષ ગુરુ પણ શિષ્યોના સ્વાર્થભાવ, ઈર્ષ્યાભાવ, મહત્ત્વાકાંક્ષાના ભાવની આગમાં હોમાઈને દોષિત-પક્ષપાતી જાહે૨ થાય અને મોટાભાગે તો આવું જ બનતું હોય છે કે, “શિષ્યોની ઈચ્છાઓ ન સંતોષાવાથી, શિષ્યોની મહત્ત્વાકાંક્ષાઓ ન પૂરી થવાથી જ નિષ્પક્ષપાતી ગુરુ પણ એ શિષ્યો દ્વારા પક્ષપાતી તરીકેનો અપયશ પામતા હોય છે.”
સુધરવાની જરુર જેટલી ગુરુને છે, એના કરતા લાખગણી શિષ્યને છે... એવું આવા પ્રસંગોમાં લાગ્યા વિના નહિ રહે.
આ તો બધું વર્તમાન વ્યવહારનું સ્વરૂપ દર્શાવ્યું.
પરમાર્થની વાત કરું ? તો શિષ્યોની આ ફરિયાદ કે “અમારા ગુરુ પક્ષપાતી છે એ ફલાણાને જ સાચવે છે...” આ સાંભળી ભારે આશ્ચર્ય થાય, સાથે આઘાત પણ લાગે.
શા માટે એમ કહો છો ? તો સાંભળો.
પ્રત્યેક સંયમીને પુછવામાં આવે કે “દીક્ષા શેના માટે લીધી?” તો બધા એક જ ઉત્તર આપશે “મોક્ષ માટે.”
૬૧