________________
! ***
કરી હોય તો ગુરુ પણ લાગણી ધરાવે અને શિષ્યોની ઈચ્છા પૂરી કરવા માટે ચોક્કસ સંમતિ આપે. કદાચ એમાં થોડો વિલંબ થાય, પણ આ રીતે ગુરુના આશિષપૂર્વક શાસ્ત્રાભ્યાસ થાય એ હજારગણું ફળ આપે.
દસર્વે. સૂત્રના નવમાં અધ્યયનમાં કહ્યું છે કે કોઈક ગુરુ ક્ષયોપશમની વિચિત્રતાના કા૨ણે શાસ્ત્રીય પદાર્થોની યુક્તિઓનું ચિંતન કરવા અસમર્થ હોય, કોઈ ગુરુ આગમો ભણ્યા ન હોય આવા ગુરુના જે શિષ્યો સાચા સાધુ ન હોય, અગંભીર હોય તેઓ પોતાના આવા ગુરુની આશાતના કરે કે “મારા ગુરુ અજ્ઞાની છે, અલ્પબુદ્ધિવાળા છે.” આ રીતે પોતાના એક ગુરુની આશાતના કરનાર તે દ્રવ્યસાધુઓ ખરેખર તો ગૌતમગણધરાદિ તમામે તમામ ગુરુઓની આશાતના કરે છે. એટલું જ નહિ, આવા સાધુઓ પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રનો વિનાશ કરે છે.
વૃત્તિકા૨શ્રી કહે છે કે કર્મની વિચિત્રતાથી ગુરુ અલ્પજ્ઞાની પણ હોય. અલ્પબુદ્ધિવાળા પણ હોય પણ જો એ જ્ઞાનાચારાદિ આચારોના પાલક હોય... તો એવા ગુરુની નિંદા-આશાતના ન કરવી. જે શિષ્યો આવું પાપ કરે તેઓની રત્નત્રયીનો ઘાત
થાય...
-
આ પદાર્થ જાણીને તો ભવભીરુ, સંયમખપી કોઈપણ શિષ્ય પોતાના ગુરુ અલ્પજ્ઞાની હોય તો પણ એમની અવગણના કરવાનું, એમની ઈચ્છા-રજા વિના જુદા વિચરવાનું અને એ રીતે એ ગુરુને ત્રાસ આપવાનું કામ કદાપિ ન કરે.
(ખ) ગુરુ પક્ષપાતી બનતા હોય તો એના પણ ઘણા બધા કારણો છે.
અમુક શિષ્યોએ પુષ્કળ ભોગ આપી ગુરુની સેવા કરી હોય અને કરતા હોય, બીજા શિષ્યોએ એવો ભોગ ન આપ્યો હોય, તો વધુ સેવા ક૨ના૨, વધુ ભોગ આપનાર શિષ્યો ઉપર ગુરુને વધુ લાગણી થાય... એ છદ્મસ્થતાના કારણે સ્વાભાવિક છે. પછી સેવા નહિ કરનાર, ઓછી સેવા કરનાર બાકીના શિષ્યોએ પણ આ વાત સમજવી જ જોઈએ, તેઓ પક્ષપાતની ફરિયાદ કરે એ ન ચાલે. એમણે જો વધુ સેવા કરી હોત તો એમના તરફ ગુરુને પક્ષપાત હોત. જાતે ભોગ આપવો નહિ અને ભોગ આપનારને ગુરુ વધુ સાચવે એની ફરિયાદો કરવી એ ક્યાંનો ન્યાય ?
શિષ્યોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે “અમે ગુરુ માટે શું કર્યું ? અમે ગુરુ માટે કેટલું ઘસાયા ? અમે ગુરુ માટે સ્વાર્થને કેટલો ગૌણ કર્યો ? જો એ બધામાં અમે ખામી ધરાવતા હોઈએ, તો ગુરુને અમારા કરતા બીજા ઉપર વિશેષ લાગણી થાય તો એમાં અમારે ગુરુને દોષપાત્ર ન ઠરાવાય.”
* પૂર્વભવોના ઋણાનુબંધો કામ કરતા હોય છે, કે જેથી ગુરુને અમુક શિષ્યો પર
૫૯