________________
મહાવ્રતો
ખૂબ લાગણી થાય અને બીજા શિષ્યો ખરેખર સારા, સેવાભાવી, ગુણિયલ હોય તો પણ એમના પ્રત્યે વિશેષ લાગણી ન થાય. આ બધા અનંતાભવોના અવનવા સંસ્કારોના અને અવનવા બનેલા પ્રસંગોના ખેલ છે. સંસારની વિચિત્રતાને જાણનારા ખાનદાન શિષ્યોએ એ બધી વાતને આગળ કરી ગુરુને ક્ષમા જ આપવી જોઈએ. ગુરુના એ સાવ નાના દોષને ગળી ખાવો જોઈએ.
* દરેકને પોત-પોતાના પુણ્યકર્મ અને પાપકર્મ પ્રમાણે જ બધું મળે છે. જે શિષ્યોને ગુરુ તરફથી વિશેષ લાગણી ન મળે, વિશેષ કાળજી ન મળે... એમણે સમજી લેવું કે “આ આપણા જ પૂર્વભવોના પાપકર્મો ઉદયમાં આવેલા છે. જો મેં પુણ્યકર્મો બાંધ્યા હોત તો મારા યશ, આદેય, સૌભાગ્યનામના ઉદયથી ગુરુ મારા વખાણ કરતા થાકતા ન હોત, ગુરુ મારી વાતો માનતા હોત, હું ગુરુને ખૂબ પ્રિય બન્યો હોત.
પણ મારો દુર્ભાગ્યકર્મનો ઉદય એટલે ગુરુને હું ગમતો નથી. મારો અપશયનો ઉદય એટલે ગુરુ મારા માટે વિપરીત બોલે છે.
મારો અનાદેયનો ઉદય એટલે ગુરુ મારી વાત સાંભળતા નથી, માનતા નથી. હવે ગુરુ આ જે કંઈપણ કરે છે, એમાં એમનો તો કોઈ દોષ નથી. મારા આ પાપકર્મોનો ઉદય જ એમને આવું કરાવડાવે છે. અને એ પાપકર્મો તો મેં જ જાતે બાંધ્યા છે. એટલે આ બધામાં બધો દોષ મારો જ છે. પેલા બીજા શિષ્યોએ પૂર્વભવોમાં પુણ્યકર્મો બાંધ્યા હશે, એટલે તેઓ આજે ગુરુને વધુ પ્રિય છે, ગુરુ એમની પ્રશંસા કરે છે. એમની વાત માને છે.
બસ, મારે તો ગુરુના ઉપકારનો બદલો વાળવા માટે એમની સેવા જ કરવી છે. અહીં જ મારા એ પાપકર્મો ભોગવાતા જશે. અને મારો આત્મિક વિકાસ થશે.
ઘણીવાર તો એવું બને કે ગુરુ પક્ષપાતી હોતા જ નથી. પણ શિષ્યોની પરસ્પરની ઈર્ષ્યા ગુરુને પક્ષપાતી જાહે૨ ક૨વામાં મોટું નિમિત્ત બની જાય છે. દા.ત. શિષ્યો વચ્ચે પરસ્પર જ્ઞાન બાબતમાં, તપ બાબતમાં, ગુરુસેવા બાબતમાં કે બીજી કોઈ બાબતમાં સ્પર્ધા ચાલતી હોય, એના કારણે માનવસહજ સ્વભાવને કારણે ઈર્ષ્યા પણ મનમાં ચાલતી હોય... હવે ગુરુ તો નિષ્પક્ષપાતી જ હોય અને સરળભાવે ક્યારેક કોઈના સારા કાર્યોની અનુમોદના કરી બેસે, માંદગી વગેરેમાં એની વિશેષ કાળજી કરી બેસે... એ વખતે બીજા શિષ્યની ઈર્ષ્યા વધુ સળગે, કેમ કે એના પ્રતિસ્પર્ધીની પ્રશંસા થઈ હોય, કાળજી થઈ હોય... આવું બને એટલે એને ગુરુ ઉપર અરુચિ ઉત્પન્ન થાય. “ગુરુ એનો ખોટો પક્ષ ખેંચે છે. એનામાં તો ઢગલાબંધ દોષો છે, પણ ગુરુ સ્નેહરાગના કા૨ણે કશું જોતા નથી.” આમાં ખરેખર ગુરુ નિષ્પક્ષપાતી જ હોય છે. યોગ્ય અવસરે જ એમણે ઉચિત
૬૦
***