________________
- - - - - - ૨૯ - ૨૨ -
મહાવતો
જ
જ
- - - - -
ગુરુ પાસે નવો ભક્તવર્ગ ઊભો કરી ન શકાય તો પણ, ગુરુ પાસે વૈયાવચ્ચાદિ કામો કરીને સુખશીલતા ત્યાગવી પડે તો પણ
ગુરુ પાસે ગોચરીના દોષો, લઘુ-વડીનીતિના દોષો, સામાન્ય સંકલેશાદિ દોષો ઉત્પન્ન થતા હોય તો પણ...
મારે મારા ગુરુને છોડવા નથી જ.
કેમકે ,
અનંતાનંત તીર્થકરોની આ આજ્ઞા છે કે “ગુરુનો ત્યાગ ન કરવો.” અનંતાનંત શાસ્ત્રકારોનું આ વચન છે કે “ગુરુને પરતા રહેવું.”
સમગ્ર સંસારનો ત્યાગ કરવાનો ઘોર પુરુષાર્થ તો જ સફળ બને જો “ગુરુને પરત– બનાય” આ છે (!) સંબોધનનો ગૂઢાર્થ ! ગુરુપારતન્ય એ જ સાધુજીવનનું સર્વસ્વ !
પ્રશ્ન : અદ્દભુત પદાર્થ દર્શાવ્યો આપે ! અમારી ઘણી બધી ગેરસમજો દૂર કરી આપી આપે ! ગુરુ સાથે એક યા બીજા કારણસર ફાવતું ન હોવાના કારણે ગુરુથી અલગ વિચરવાના જ વિચારમાં હતા. પણ તમે દર્શાવેલા શાસ્ત્રપાઠો જોઈને તો અમે પણ ફેરવિચાર કરતા થઈ ગયા. અમારે કંઈ શાસ્ત્રાજ્ઞાઓનો ભંગ નથી કરવો. મહાપુરુષોની પવિત્ર આજ્ઞાઓનો ભંગ કરવાનું ઘોર પાપ અમે શું કામ બાંધીએ ? ના રે ના ! અમારે તો શાસ્ત્રાજ્ઞાને બરાબર પરત જ રહેવું છે. પણ અમારી જે કેટલીક મુશ્કેલીઓ છે, એ તો તમે સાંભળો. તમે બધું ગુરુના પક્ષમાં જ બોલો છો, પણ સાથે અમારી વાતો પણ જાણો તો ખરા. એ પછી તમે નિર્ણય આપજો કે અમારે શું કરવું ?
(ક) કેટલાક શિષ્યોની ફરિયાદ છે કે “એમના ગુરુ કશું ભણ્યા નથી, એટલે અમને ભણાવી પણ શકતા નથી. આખા દિવસમાં બે કલાક પાઠ પણ નથી આપતા. પંડિતો પાસે પણ ભણવું શક્ય નથી. પંડિતો મોંઘા પડે છે અને એ બધું મળે પણ ક્યાં ? અમારા ગુરુને શ્રાવકો વગેરે સાથે પરિચયાદિ કરવાનો સમય મળે છે પણ અમારા માટે એમને સમય મળતો નથી. હવે આવા ગુરુને પરતત્ર રહેવાથી લાભ શું?”
(ખ) કેટલાક શિષ્યોની ફરિયાદ છે કે “અમારા ગુરુ પક્ષપાતી છે, એમને અમુક શિષ્યો વહાલા છે અને એમને એ બરાબર સાચવે છે. એમને ભણાવે પણ ખરા, પંડિતોની વ્યવસ્થા પણ એમના માટે જલદી ગોઠવે. ખાવા-પીવાદિમાં પણ એમના માટે બધી જ સુવિધા કરી આપે... અમારી કોઈ કાળજી ન કરે , અમે ભણવા ઈચ્છીએ તો પણ ન ભણાવે, ખાવા-પીવાદિમાં પણ અમારી ઉપેક્ષા કરે, માંદા પડીએ તો અમારી સંભાળ પણ ન રાખે... હવે આવા ગુરુને પરત– રહેવાથી શું ?”
(ગ) કેટલાક શિષ્યોની ફરિયાદ છે કે “અમારા ગુરુનો સ્વભાવ બગડી ગયો છે. -
- ~-~~-પ૬ ૯૦૯૯૦- ૯૦ જાત-જ-ક