________________
મહાવ્રતો
ન કરી શકે તે દુઃખી બનેલા અને દીન બનેલા સાધુઓ ગુરુ+ગચ્છને ત્યાગે.
કાક નર્મદાતટ જિમ મૂકી મૃગતૃષ્ણા જલ જાતા રે. દુઃખ પામ્યા તિમ ગચ્છ ત્યજીને આપતિ મુનિ થાતા રે. તરસ્યા થયેલા કાગડાઓ બાજુમાં જ નર્મદાના ભરપૂર પાણી હોવા છતાં એને છોડીને રણપ્રદેશના ઝાંઝવાજળ પીવા જાય પણ એમને પાણી ન જ મળે અને તરસ્યા મરવું પડે. એમ ગુરુ+ગચ્છને ત્યાગીને પોતાની રીતે જ વિચરનારાઓ અંતે દુઃખી થાય છે.
ગુરુ+ગચ્છ એ છે નર્મદાનદી! રત્નત્રયી એટલે એ નદીમાં રહેલું પાણી! અણસમજુ સંયમીઓ એટલે કાગડાઓ! જુદા વિચરવું એટલે ઝાંઝવાના જળ! સંયમીઓ જુદા વિચરવા દ્વારા રત્નત્રયી મેળવવા માંગે છે, પણ તેઓ ઉભયભ્રષ્ટ થાય છે. રત્નત્રયી આપનાર ગુરુ+ગચ્છ તો ગુમાવ્યા જ અને જે અલગ વિચરણ મળ્યું એમાં રત્નત્રયી મળી શકવાની નથી.
પાળી વિના જેમ પાણી ન રહે, જીવ વિના જિમ કાયા રે. ગીતારથ વિણ તિમ મુનિ ન રહે, જૂઠ કષ્ટની માયા રે. પાળ વિના પાણી ટકી ન શકે, એનો વિનાશ જ થાય. જીવ વિના કાયા ટકી ન શકે, એનો વિનાશ જ થાય. ગીતાર્થ વિના સાધુ ટકી ન શકે, એનો વિનાશ જ થાય.
ગીતાર્થગુરુને છોડીને વિચરનારા સાધુઓ. ભલેને ઉંચામાં ઊંચુ સંયમ પાળે, ઘોરાતિઘોર તપ કરે. એ બધું જ જૂઠું સમજવું.
અંધ પ્રતે જેમ નિર્મલલોચન મારગમાં લઈ જાય રે. ગીતારથ તિમ મુરખમુનિને દેઢ આલંબન થાય રે. માર્ગ કાપવાનો છે ઘણો લાંબો અને બે આંખો છે જ નહિ, ત્યારે એ અંધને નિર્મળ આંખોવાળો માણસ હાથ પકડીને, સહારો આપીને છેક નગર સુધી પહોંચાડી દે ને ? એમ મુરખ મુનિ પાસે શાસ્ત્ર બોધ રૂપી આંખો નથી. એ અંધતુલ્ય અજ્ઞાની મુનિને તો ગીતાર્થગુરુ જ દૃઢ આલંબનભૂત થઈ ૨હે છે. અર્થાત્ એમના સહારે જ એ છેક મોક્ષ સુધી પહોંચી શકે છે.
સમભાષી, ગીતારથ, નાણી, આગમમાંહે લહીએ રે. આતમ અર્થી શુભમતિ સજ્જન કહો તે વિણ કિમ રહીએ રે. રાગદ્વેષરહિત બનીને બોલનારા ગીતાર્થ, જ્ઞાની, આત્માર્થી, શુભમતિવાળા સજ્જન ગુરુને છોડીને રહેવાય જ કેમ ?
ગીતારથને મારગ પૂછી, છાંડીજે ઉન્માદો રે, પાલે કિરિયા તે તુજ ભક્તે પામે જગ જસવાદો રે. માટે જ શિષ્યો એકલા વિચરવાના, ગુરુથી છૂટા રહેવાના, સ્વતંત્ર રીતે સાધના કરવાના ગાંડપણને છોડીને ગીતાર્થગુરુને જ સતત મોક્ષમાર્ગની આરાધના માટે પૃચ્છા કરે અને એમના કહ્યા પ્રમાણે સાધ્વાચાર પાળે, જો તેઓ આમ કરે તો એ તારી ભક્તિ કરેલી
૫૪