________________
સાથે જ રહેવું, એમને છોડવા નહિ એ પણ જિનાજ્ઞા જ છે. પેલા કરતા લાખ ગણી મોટી જિનાજ્ઞા છે. પણ કેટલાક મુગ્ધ સંયમીઓ “નિર્દોષ ગોચરી મહાન!” એ વાત વારંવાર સાંભળીને એ જિનાજ્ઞાપાલન માટે ગુરુત્યાગ કરવા રૂપી મોટું પાપ કરવા તૈયાર થાય છે. કોણ સમજાવે એમને કે ગુરુપારત” એ ઘણી ઘણી મોટી જિનાજ્ઞા છે. એને ખતમ કરીને નિર્દોષ ગોચરી રૂપ નાની જિનાજ્ઞાને બચાવવામાં ડહાપણ શું? ખરું ડહાપણ તો એ કે બંને જિનાજ્ઞાઓ આદરવી, એ શક્ય ન હોય તો નાની જિનાજ્ઞામાં અપવાદરૂપે દોષ સેવીને પણ મોટી જિનાજ્ઞા તો બરાબર પાળવી જ.
માત્ર નિર્દોષગોચરી જ નહિ, પણ લઘુનીતિ-વડીનીતિ-પરસ્પર અણબનાવ... વગેરે વગેરે બાબતોની સામે પણ ગુરુપારતન્ય ઘણી મોટી જિનાજ્ઞા છે. એના ભોગે લઘુનીતિ વગેરે સંબંધી જિનાજ્ઞાઓનું પાલન સાવ જ નકામું છે.
ભલા, એરંડિયું વાવવા માટે કલ્પવૃક્ષના ઝાડ ઉખેડી નાંખી ત્યાં એરંડિયા વવાતા હશે? બકરું ખરીદવા માટે કંઈ ઐરાવત હાથી વેંચાતો હશે? રાખ મેળવવા માટે કંઈ ચંદન બળાતું હશે ? તો નિર્દોષગોચરી વગેરે માટે કંઈ ગુરુત્યાગ કરાતો હશે ?
એરંડિયાના લાભ જતા કરીને ય કલ્પવૃક્ષ સાચવવું, બકરીના દૂધને ગૌણ કરીને ય ઐરાવત હાથીને સાચવવો. રાખના કામ જતા કરીને ય ચંદનની રક્ષા કરવી. તો નિર્દોષગોચરી વગેરેના લાભો ગૌણ કરીને ય ગુરુપારતની રક્ષા કરવી. પણ અણસમજુ સંયમીઓ આ વાત સમજતા નથી અને ગુરુને છોડીને અલગ વિચરે છે. ગુરુકુલવાસે જ્ઞાનાદિક ગુણ વાચંયમને વાધે રે, તો આહાર તણો પણ દુષણ ખપ કરતા નહિ બાધે રે.
પરમાર્થ એ છે કે ગુરુ-ગચ્છની સાથે રહેવામાં સાધુના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો વૃદ્ધિ પામે છે, અને એટલે જ ગુરુ+ગચ્છમાં રહેવામાં આહાર સંબંધી દોષો સેવવા પડે તો પણ એમાં સંયમને કશું નુકસાન થતું નથી.
સારણ-વારણ પ્રમુખ લહીને મુકિતમાર્ગ આરાધે રે. શુભવિરતિ ઈહાં સુવિહિતકિરિયા દેખાદેખે વાધે રે. ' ગુરુ શિષ્યને સંયમાચારોની ટકોર કરતા રહે, ભૂલો થતી હોય તો અટકાવતા રહે અને એ રીતે મુનિ મોક્ષમાર્ગને આરાધતો રહે છે. ગચ્છમાં સુંદર સાધુઓની પરસ્પરની મનોહરક્રિયાઓ જોવા મળે અને એ રીતે દેખાદેખીથી પણ શુભવિરતિ અને સદાચારપાલન વધતું જ રહે.
જલધિ તણો સંક્ષોભ અસહતા, જેમ નીકળતા મીનો રે, ગચ્છસારણાદિક અણસહેતા તિમ મુનિ દુઃખિયા દીનો રે.
જેમ સમુદ્રની ભરતી-ઓટથી ત્રાસી ગયેલા માછલાઓ જો સમુદ્ર છોડી દે, તો છેવટે મોત પામે એમ ગચ્છમાં ગુરુની ટકોરો, ઠપકાઓ, નિયંત્રણો વગેરેને જે સાધુઓ સહન
- - - - - - - - - - ૫૩ ------------------