________________
મહાવ્રતો
વૈયાવચ્ચે પાતિક તૂટે, ખંતાદિક ગુણશક્તિ રે. હિતોપદેશે સુવિહિતસંગે બ્રહ્મચર્યની ગુપ્તિ રે. ગુર્વાદિનું વૈયાવચ્ચ કરવા દ્વારા પાપો તૂટે. ગુરુ પાસે રહેવાથી ક્ષમાદિ ગુણોની શક્તિ વિકસે, ગુરુ પાસે સતત હિતોપદેશ મળવાથી અને સાથેના આચારસંપન્ન સાધુઓના સંગના પ્રતાપે બ્રહ્મચર્યની નવેય વાડોનું પાલન સહજ રીતે થાય.
મન વાધે મૃદુબુદ્ધિ કેરા, મારગભેદ ન હોવે રે. બહુગુણ જાણે એ અધિકારે, ધર્મરયણ જે જોવે છે. ચારિત્રમાં જેઓ ડગુમગુ હોય, તેઓ પણ ચારિત્રમાં ગુરુ-ગચ્છના પ્રતાપે સ્થિર થાય. અર્થાત્ ચારિત્ર પ્રત્યે મંદ ઉલ્લાસવાળાને પણ ચારિત્ર પ્રત્યેનો ઉલ્લાસ પુષ્કળ વધે. બધા સાથે રહે એટલે માર્ગભેદ (આચાર ભેદ + પ્રરૂપણાભેદ) ન થાય. આવા તો ઢગલાબંધ ગુણો ધર્મરત્નપ્રકરણમાં આ અધિકારમાં દર્શાવેલા છે.
જ્ઞાન તણો સંભાગી હોવે, થિર મન દરિસણ ચરિત્તેરે. ન ત્યજે ગુરુ કહે એ બુધ ભાખ્યું આવશ્યક નિયુક્તિ રે. ગુરુ પાસે રહેનાર પુષ્કળ જ્ઞાન પામે, દર્શનમાં અને ચારિત્રમાં એનું મન સ્થિર થાય. માટે જ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે “ગુરુનો ત્યાગ ન કરવો. ગુરુથી જુદા ન રહેવું.”
ભૌત પ્રતે જેમ બાણે હણતા, પગ અણફરસી શબરા રે. ગુરુ છાંડી આહાર તણો ખપ કરતા તિમ મુનિ નવરા રે. (કેટલાકો એમ કહે છે કે ગુરુ સાથે રહીએ તો દોષિત ગોચરી વાપરવી પડે છે. એના કરતા જો અમે જૂદા વિચરીએ તો દોષિત ગોચરી વાપરવી ન પડે. અમે અમારી રીતે શુદ્ધગોચરી લાવીને વાપરીએ... આવી માન્યતાવાળા સાધુઓને કહે છે કે) ભીલરાણીએ પોતાના માનીતા ધર્મગુરુ પાસે રહેલું મોરના પીંછાનું બનેલું છત્ર ખૂબ જ ગમી જતા રાજાને કહ્યું કે “મને કોઈપણ હિસાબે એ છત્ર મેળવી આપો.” ભીલરાજે સૈનિકોને આદેશ કર્યો કે ''જાઓ, મારા ધર્મગુરુ પાસે જઈ ગમે તે રીતે એ છત્ર મેળવી લાવો. જો ન જ આપે તો છેલ્લે બાણ દ્વારા એમને હણી નાંખીને પણ છત્ર મેળવી લેજો. પણ એક વાતનો ખ્યાલ રાખજો કે આ બધી ધાંધલધમાલમાં તમારા પગ એમને ન લાગી જાય એની ખાસ કાળજી કરજો. કેમકે ગુરુને જો આપણા પગ લાગે તો ઘોર પાપ લાગે. એટલે એમને અડ્યા વિના જ બાણથી મારવા...”
જેમ ભીલરાજા પગથી અડી જવા રૂપ નાની આશાતનાને ત્યાગવા માટેની સખત કાળજી કરે છે, પણ એને એ ભાન નથી આવતું કે “ગુરુને બાણથી મારી નાંખવા એ તો ઘણી મોટી આશાતના છે. જો પગથી ગુરુનો સ્પર્શ ન કરાય તો ગુરુને બાણ તો મારી જ ન શકાય ને ?”
પણ અણપઢ ભીલરાજા આ વાત સમજી શકતો નથી.
એમ નિર્દોષગોચરી જ વાપરવી, દોષિત ન લેવું એ જેમ જિનાજ્ઞા છે. તેમ ‘ગુરુની
૫૨
**