________________
-------------------- મહાવતો -------------------
આમ ચતુર્વિધ સંઘના જ્ઞાન-દર્શન-ચારિત્ર વૃદ્ધિ પામે.
પણ હવે એ ૬૦ સાધુઓ ૬/૬ની ટુકડી બનીને ૧૦ ગ્રુપમાં વહેંચાઈ જાય. અને એ રીતે જુદા જુદા વિચરે. તો હવે બધાના ક્ષયોપશમ જુદા પડવાના. ૧૦ ગ્રુપના ૧૦ વડીલોને સત્તા મળવાની. હવે એક જ ગુરુના આધારે બધા આચારો અને પ્રરૂપણા ન રહ્યા. પણ ૧૦ વડીલો પોત-પોતાના ગ્રુપને જે પ્રમાણે કહેશે તે પ્રમાણે થવાનું.
એટલે જ હવે એ ૧૦ ગ્રુપોના વડીલોની બુદ્ધિ જુદી જુદી પડે એટલે ૧૦ ગ્રુપોના આચારો પણ જુદા પડે... એ બધાની પ્રરૂપણાઓ પણ જુદી જુદી પડે.
હવે ધારો કે એક જ સંઘમાં વારાફરતી આ દસ ગ્રુપો મહીનો મહીનો રોકાય. તો આખો સંઘ એમના જુદા જુદા આચારો જોઈ મુંઝાય કે “આમાં સાચું શું અને ખોટું શું?” પ્રરૂપણાઓ પણ અલગ અલગ સાંભળી મુંઝાય કે “અમારે કોની વાત માનવી ?”
“કોઈક વાડાદિને બદલે સંડાસ જ રાખવાની – વાપરવાની વાત કરે અને એમાં શાસનહીલનાનું નિવારણ દર્શાવે, તો કોઈક વળી સંડાસ કે વાડા બધાનો નિષેધ કરીને બહાર જ જવાનો આગ્રહ રાખે... કોઈક કહે કે ગુરુપુજનના પૈસા દેવદ્રવ્યમાં લઈ જાઓ તો કોઈક કહે કે એ બધું વૈયાવચ્ચખાતામાં જાય... કોઈક કહે કે “સંઘ-ઉપધાનનવ્વાણુમાં અપરંપાર લાભ છે.” તો કોઈક કહે “વર્તમાનકાળમાં આ બધું યોગ્ય નથી.”...
તિથિ, સંતિકર, ગુરુપૂજન, સૂતક... સેંકડો બાબતો એવી છે કે જેમાં આચાર ભેદ અને પ્રરૂપણાભેદને કારણે ચતુર્વિધ સંઘ ભારે મુંઝવણ અનુભવે છે અને છેવટે કંટાળી ધર્મનો જ ત્યાગ કરી બેસે છે.
મહોપાધ્યાયજીએ સ્પષ્ટ કીધું છે કે “જુદા જુદા થાતા હોવે, સ્થવિરકલ્પનો ભેદ. ડોલાએ મન લોકના, હવે ધર્મ ઉચ્છેદ”
અને સીધી વાત છે કે ગુરુથી જૂદા પડેલાઓ પાસે હવે નિર્ણયો લેવાની સત્તા આવી, એટલે તે તો પોતાના મનમાં જે સમજાય એ પ્રમાણે નવા નવા આચારો ઉભા કરે, નવી નવી પ્રરૂપણાઓ કરે... “એ સાચી કે ખોટી ?' એ સમજવાની એની શક્તિ નથી, કે ગુરુ હાજર ન હોવાથી કોઈને પુછવાની એને જરુર લાગતી નથી. એટલે જ ઠેર ઠેર આચારભેદો અને પ્રરૂપણા ભેદો ઊભા થાય છે અને એના નુકસાન શ્રી સંઘના લાખો જીવો ભોગવી રહ્યા છે.
આ બધું જ અટકાવવાનો એક માત્ર ઉપાય છે કે શિષ્યોએ ગુરુ સાથે રહેવું.
ગુરુ પારતન્યના કેટલા લાભો છે? અને એને ત્યાગવામાં કેટલા નુકસાનો છે? એ ઉપરના મુદાઓ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાશે.
- - - - - - - - - - - ૫૦ ૦૯૯- ૦૯-૦૯ - ૦૯ - - -