________________
જજલ જજ જજ જજ મહાવતો જ
એક જ એટલે એકદમ સ્પષ્ટ વાત છે કે જેણે બ્રહ્મચર્ય સુરક્ષિત રાખવું હોય, એણે ગુરુનો અને ગુરુગચ્છનો પડછાયો પણ છોડવો નહિ. બીજું બધુ સહન કરીને પણ સાથે રહેવું.
(જ) મોટાભાગના જીવો નિમિત્તવાસી હોય છે. સારા નિમિત્તો મળે તો તેઓ સારા બની જાય. ખરાબ નિમિત્તો મળે તો તેઓ ખરાબ બની જાય. હવે જો ગુરુ+ગચ્છની સાથે રહે તો એમાં તો ઘણા બધા ઘોર તપસ્વીઓ હોય, ગુરુ એમની પ્રશંસા કરતા હોય... આ બધું જોઈને એ જીવોને પણ તપ કરવાનું મન થાય અને તપ કરે. એમ ખૂબ ભણનારા સાધુઓને જોઈ તેઓ પણ ભણવા માંડે. ખૂબ વૈયાવચ્ચ કરનારાઓને જોઈ તેઓ પણ વૈયાવચ્ચી બને. ગુરુના કઠોર ઠપકાઓ સાંભળીને પણ આનંદ પામનારા વિનયી સાધુઓને જોઈ તેઓ પણ વિનય પામે. સૂક્ષ્મસંયમનું પાલન થતું જોઈ તેઓ પણ સૂક્ષ્મસંયમના પાલક બને. પાપો બદલ ધ્રુસકે ધ્રુસકે રડનારાઓને જોઈને તેઓ પણ પાપભીરુ બનવા લાગે...
મહોપાધ્યાયજીએ આ વાત સુંદર શબ્દોમાં દર્શાવી છે કે “શુભવિરતિ ઈહાં સવિહિતક્રિયા દેખા દેખે વાધે” (૩૫૦ ગાથાનું સ્તવન). એક બીજાના આચારો જોઈ જોઈને બધાના વિરતિપરિણામો અને શાસ્ત્રીય ક્રિયાઓ વૃદ્ધિ પામે.
આમ ગુરુ પાસે કોઈપણ જાતની મહેનત વિના જ શિષ્ય સંયમના ઢગલાબંધ યોગોને આત્મસાત્ કરનારો બનવા માંડે. જેમ પાલિતાણામાં ચૈત્રીપુનમાદિ દિવસે ઉપર ચડવાની મહેનત કરવી પડતી નથી, પણ હજારો માણસોનો જોરદાર ધસારો જ આપણને ઉપર ચડાવી દે. એવું અહીં બને. સાધુએ શુભવિચારો લાવવા અને શુભ આચારો પાળવાની મહેનત કરવી ન પડે. એ બધું ગુરુના અને ગચ્છના પ્રભાવથી એની મેળે જ ઉત્પન્ન થવા લાગે. - હવે આ જબરદસ્ત સિદ્ધિ છૂટા વિચરનારાઓ પાસે શી રીતે હોઈ શકે ? તેઓને તો કોઈ તપસ્વી, જ્ઞાની, વૈયાવચ્ચી, અપ્રમત્ત, પ્રભુભક્ત, પાપભીરુઓ મળવાના નથી, કે જેમને જોઈને, નજીકથી નિહાળીને તેઓ પણ આગળ વધે. કદાચ એકાદ બે ગુણો ખીલી જાય, પણ અનેકાનેક ગુણોનો વિકાસ તો શે શક્ય બને ?
() સાધુ માંદો પડે તો ગુરુ પાસે તો ઘણા સાધુઓ હોવાથી બધા વૈયાવચ્ચ કરવા દોડી આવે. બધું સચવાઈ જાય. માંદગીમાં પણ નિર્દોષ ગોચરી વાપરી શકાય. આર્તધ્યાનાદિ ન થાય. કોઈ વિશેષ દોષો સેવવા ન પડે.
પણ જેઓ જુદા હોય તેઓમાં એકાદ માંદો પડે એટલે બાકીના એક-બે-ત્રણ સાધુઓ મુંઝાય. એક તો ગ્લાનની સેવા કેવી રીતે કરવી ? એની ખબર ન હોય, વળી સંખ્યા ઓછી હોવાથી બધી વાતમાં પહોંચી ન વળે, વળી વૈયાવચ્ચની જોરદાર પ્રેરણા 9 - - - - - - - - - - - - - - ૪૮ - ૦૯-૦૯ - - - - - - - ૨૯૨૯૯૦૯૯