________________
* * *
* * * * મહાલતો
જ રાજા
-
ન શકે. કેમ કે શિષ્ય એકલા બેનો સાથે વાત કરે તો પણ ગુરુ ઠપકો આપે, શિષ્ય બહાર એકલો જાય તો પણ ગુરુ ધ્યાન રાખે, એ મોડો આવે તો પૃચ્છા કરે, રે ! ગુરુ સાથે ઘણા સાધુઓ હોવાથી એ બધાની વચ્ચે સહજ રીતે જ કંઈપણ આડું-અવળું થઈ ન શકે. કેમ કે એકાંત ન મળે. જ્યાં જાય ત્યાં સાધુઓ હોય... એટલે એની મેળે પાપ અટકી જાય. શિષ્યને પણ એમ થાય કે “જો હું સ્ત્રીઓ સાથે વાતો કરીશ કે ખરાબ સાહિત્ય વાંચીશ કે એવું બીજું કંઈપણ કરીશ, તો આ બધાને ખબર પડી જ જવાની. કેમ કે અહીં ખાનગીમાં કંઈપણ કરી શકાય એવી શક્યતા નથી. અને તો પછી મારા માટે બધા શું શું નહિ બોલે ! એટલે મારે વ્યવસ્થિત જીવન જીવવું પડશે...” આમ ઈજ્જત ખાતર પણ એ શિષ્ય બ્રહ્મચર્યની વાડોનું નિર્મળ પાલન કરે.
પણ હવે જેઓ ગુરુથી છૂટા વિચરે, તેઓ તો ઓછી સંખ્યામાં હોય. ઉપાશ્રયો મોટા હોય. બધા સરખે સરખા હોવાથી કોઈ કોઈને કહી શકે તેમ ન હોય. ત્યાં એકાંત પણ મળે, સ્વતંત્રતા પણ મળે, ખાનગીમાં બધું કરવાની અનુકૂળતા પણ મળે, ન ઈજ્જતનો ભય સતાવે કે ન ગુર્નાદિના ઠપકાનો ભય સતાવે... જેમ મનમાં આવે, તેમ કરી શકાય.
પછી તો એક-બે કલાક કોઈક સ્ત્રી સાથે કે સાધ્વીજી સાથે બેસીને વાતો કરવી હોય તો પણ રોકનાર કોણ છે? સાથેના બે-ચાર સાધુઓ નાના હોવાથી કે અણસમજુ હોવાથી કે છેવટે ગુરુ ન હોવાથી કશું ન બોલે, ન બોલી શકે... પછી તો ખરાબ સાહિત્યો વાંચવા હોય, ખરાબ ચિત્રો જોવા હોય તો પણ રોનાર કોણ છે ?
હજી આગળ... અબ્રહ્મના પાપ સુધી પણ આ બ્રેક વિનાની ગાડી ઘસડાઈ જાય તો એમાં નવાઈ નહિ. આ ચેપીરોગ ધીમી ધીમે વકરતો જાય, આ વ્યસન એવું ગાઢ બને કે હવે તેનું નિવારણ ગુરુ પણ ન કરી શકે.આવા પાપોને છાવરવા માટે પછી કૂડ-કપટ બધું જ ખેલી નાંખે. ક્યાંક પકડાઈ જાય તો મગરના આંસુ સારીને માફી માંગીને ઝટ છૂટી જવાની માયાજાળ બિછાવતા પણ આવડે, કે પછી બીજી-ત્રીજી ધમકીઓ આપીને ગુર્નાદિને પણ ચૂપ કરી દેતા આવડે... વળી આ રીતે આ રોગ ફેલાતો ફેલાતો અનેકોમાં વ્યાપે... અનેકોના જીવન બરબાદ થાય. એ બધા પાછા બીજા અનેકોના જીવનોને ઘમરોળે... આમાં શાસનહીલના પણ ભયંકર થાય, સર્વવિરતિના તો ચૂરે ચૂરા થાય... "
એમ કહેવાનું મન થાય કે “આવા ઘોર પાપના વિપાક રૂપે અનંતસંસાર સિવાય પ્રાય : બીજું કંઈ જ ન હોઈ શકે.”
ગુરુથી અળગા વિચરનારાઓનું બ્રહ્મચર્ય જોખમમાં છે, એ નકરું સત્ય છે.
ખુદ ઉપદેશમાલાકાર કહે છે કે 13મળો વિ અન્ન ને તરફ વદુગાર્નન્સે 13 અબ્રહ્માદિના પાપો કરવાની ઈચ્છા થાય તો પણ ગુરુ-ગચ્છની હાજરીમાં ઘણા બધાની --------------------- ૪૬ -- -------------------