________________
જ-જ-જ
જ જ જનક મહાવ્રતો જ ૯-૯ ૪૯ ૪૯ ૪૯-૦૯-૯૯ ભણવાની પ્રેરણા કરે, કોઈ પ્રમાદ કરે તો ઠપકો આપે,... એટલે ગુરુ પાસે રહેનારને જ્ઞાનની વૃદ્ધિ થવાની જ.
પણ જે સાધુઓ ગુરુથી અલગ વિચરે, તેઓ પોતે ભણેલા ન હોય એટલે જાતે કશું વાંચી ન શકે. પ્રત ખોલે, પ્રયત્ન કરે પણ કશી સમજણ ન પડે. મહેનત કરવા છતાં ઠેકાણું ન પડે. અંતે થાકે અને પ્રતો ખોલવાની જ બંધ કરી દે. સીધી વાત છે કે જે વસ્તુ સમજાય જ નહિ, તો એમાં રસ ન જ પડે. ઉર્દુ એ શિષ્યોના મનમાં કાયમ માટે એવી છાપ પડી જાય કે “આ બધા ગ્રંન્ધો તો ઘણા અઘરા છે, આમાં આપણું કામ નહિ...” અને કાયમ માટે શાસ્ત્રાભ્યાસ ન કરવાનો જાણે કે માનસિક સંકલ્પ થઈ જાય.
આ સાધુઓની પાસે બુદ્ધિ ન હતી, એવું નથી. જો ગુરુ પાસે હોત તો ગુરુની સહાયથી બધા પદાર્થો એમને સમજાઈ જાત, ભણવાનો ઉત્સાહ વધત અને ધીરે ધીરે ગુરુ જેવા જ જ્ઞાની બની જાત. પણ ગુરુથી વિખૂટા પડ્યા એટલે જ્ઞાનાભ્યાસ બંધ પડ્યો.
(ખ) ગુરુ પાસે તો ઢગલાબંધ વર્ષોનો અનુભવ હોય, શ્રુતજ્ઞાન કરતા પણ અપેક્ષાએ આ અનુભવ જ્ઞાન ઘણું જ ફાયદાકારક બને. જો શિષ્યો ગુરુ પાસે રહે, તો ગુરુ તો અવારનવાર પોતાના અવનવા અનુભવો જણાવતા જ રહેવાના... એનાથી શિષ્યોને પણ પુષ્કળ લાભ થવાનો. આ બધો અનુભવ એમને પોતાના જીવનના ઘડતરમાં કામ આવવાનો. કેવા કેવા પ્રસંગોમાં કેવા કેવા નિર્ણયો લેવા જોઈએ,...એ બધું એમને સમજાવા લાગે.
પણ શિષ્યો ગુરુની સાથે જ ન રહે તો આ અનુભવજ્ઞાન ક્યાંથી મેળવે ? તેઓ સ્વયં તદન બિન-અનુભવી! એટલે અવનવા પ્રસંગોમાં આડેધડ નિર્ણયો લે, એમાં ઘણા નુકસાનો પણ એમણે જ વેઠવા પડે.
(ગ) માની લો કે શિષ્યો સંસ્કૃત-ન્યાયાદિ ભણી ગયા હોવાથી જાતે વાંચતા પણ થઈ જાય, માની લો કે શરુઆતના વર્ષો ગુરુ પાસે રહેવાથી અનુભવજ્ઞાન પણ મળી ગયું હોય... પણ ગુરુ પાસે એક વિશિષ્ટ શક્તિ છે, ચિંતાજ્ઞાનની! શાસ્ત્ર પંક્તિઓ ઉપર ઉંડુ ચિંતન કરીને આશ્ચર્યજનક અભુત પદાર્થો કાઢવાની! એ બધું લખેલું નથી હોતું, પણ લખેલા ઉપરથી જ કાઢવાનું હોય છે.
હવે જે શિષ્યો ગુરુ સાથે રહે, એમની પાસે ભણે તેઓને ગુરુના બેનમૂન ચિતનોનો આસ્વાદ ચાખવા મળે. જે શિષ્યો ગુરુથી જૂદા રહે, તેઓ કદાચ જાતે વાંચે પણ ખરા, બધું બેસાડી પણ દે. પણ એ તો માત્ર શ્રુતજ્ઞાન! શિષ્ય પાસે વિશાળ બોધ ન હોવાથી એની તો ચિંતન કરવાની શક્તિ જ નથી. એટલે શ્રુતજ્ઞાની ચોક્કસ બને, પણ ચિંતાજ્ઞાન - ભાવનાજ્ઞાન ન પામે. આ બે જ્ઞાન વિનાનું શ્રુતજ્ઞાન કેટલું ફાયદાકારક ? ------------------------- ૪૪ ------------------