________________
ગુરુ એટલે શિષ્ય માટે ત્રિલોકગુરુ દેવાધિદેવ તીર્થકર ભગવાન પોતે જ !
ના ! આમાં ગુરુ પ્રત્યેનો ગાંડો સ્નેહરાગ કે કામાનંદ ભાગ ભજવતો નથી. પણ ગુરુ રત્નત્રયીની ભેટ આપીને જે અનંત ઉપકાર કરે છે, એની સાચી સમજણ અને એના દ્વારા પ્રગટેલો શુદ્ધ બહુમાનભાવ જ એ શિષ્યને આવું અપૂર્વ-અદ્વિતીય-અનુપમ-અજોડઅકધ્ય ગુરપારતન્ય આદરવા માટે પ્રેરે.
કોઈ એમ ન માનશો કે “આ બધી મારા મનની કલ્પનાઓમાંથી ઊભું થયેલુ ગુરુપરત છે” ના. ઉત્તરાધ્યયન સૂત્રોનું વિનયાધ્યયન, ઉપદે શમાલા, શ્રીઆચારાંગસૂત્રવૃત્તિ, પંચાશક પ્રકરણ... વગેરે વગેરે અનેક ગ્રન્થોમાં આના કરતાય ઊંચી કોટિના ગુરુસમર્પણભાવના પદાર્થો નિહાળવા મળશે.
આવું ગુરુપારતન્ય પ્રત્યેક શિષ્યો પોતાના પરમોપકારી ગુરુ પ્રત્યે કેળવે એ માટે જ ગણધર મહારાજાઓએ કરેમિ ભંતે! સૂત્રમાં અંતે સંબોધન અને દિવસમાં ૧૮ વાર એ સંબોધન ઉચ્ચારવાની વ્યવસ્થા ગોઠવી છે.
ટૂંકમાં ગુરુપારતત્યમાં માત્ર બે જ વસ્તુ આચરવાની છે.
(૧) ગુરુની પાસે, આંખ સામે રહેવું. આપણી ઈચ્છાથી ગુરુથી પળભર પણ વેગળા ન થવું.
(૨) ગુરુ પાસે રહીને તમામે તમામ કાર્યો ગુરુને પૂછીને એમની ઈચ્છા પ્રમાણે જ આદરવા.
જો (૧) ગીતાર્થ-સંવેગ્ન ગુરુનો મેળાપ અને (૨) એવા ગુરુનું પાતત્ય
આ બે ભેગા થશે, તો સમજી રાખો કે આ ચારિત્રધર્મ ટોચના શિખરો સર કરી લેશે. મોહરાજ સામેના યુદ્ધમાં જવલંત વિજય મળશે જ મળશે. આ પ્રશ્ન : તમારી બધી વાત સાચી. પણ ગુરુપારતત્ય ઉપર આટલો બધો ભાર શા માટે ? આપણે ગુરુથી જુદા વિચરીએ અને આપણી રીતે ચારિત્ર સારામાં સારું પાળીએ તો વાંધો શું ? શું એનાથી જ મોક્ષ ન મળે ? મોક્ષને ગુરુએ શું પોતાની તિજોરીમાં પૂરી દીધો છે? કે જેથી એ ખુશ થાય તો એ જ મોક્ષ આપી શકે, બાકી મોક્ષ ન મળી શકે ?
ઉત્તર : ગુરુપારતન્ય હોય તો શું લાભો ? અને એ ન હોય તો શું નુકસાનો? એ હવે જોઈએ. એમાં જ તમારા પ્રશ્નોનો ઉત્તર આવી જાય છે.
(ક) ગુરુ શાસ્ત્રોના જ્ઞાતા છે, એટલે કર્મગ્રન્થ કે સંસ્કૃત કે ન્યાય કે યોગગ્રન્થો કે આગમગ્રન્થો... બધું જ ભણાવી શકે, એના રહસ્યાર્થ પણ આપી શકે. ગુરુ વારંવાર