________________
મહાવ્રતો
કરવાની પણ રજા લે, ૨જા મળે એટલે ગુરુને વંદન કરીને પાછું પૂછે “હું સૂત્રો ગોખું..?” સૂત્રપોરિસી બાદ “પાત્રા પ્રતિલેખન કરું.?” પૂછી પ્રતિલેખન કરે. પછી અર્થનો પાઠ લેવાનો હોય, કે દેરાસર જવાનું હોય કે પાણી લેવા જવાનું હોય તો એની પૃચ્છા કરે. બપોરે પણ ગુરુને પૂછીને ગોચરી જાય. ગોચરી આવી ગયા બાદ “ગુરુજી! વાપરું” એમ રજા લઈને વાપરે. ગોચરી બાદ ઠલ્લે જવું હોય, તો એની પણ રજા લઈને જાય. એ પછી પાછો આવીને પ્રતિલેખન કે સ્વાધ્યાય જે કરવાનું હોય, તેની રજા માંગે. સાંજે ઠલ્લે-માત્રાની વસ્તી જોવા જાય ત્યારે એની પણ રજા માંગી લે. પ્રતિક્રમણ-સ્વાધ્યાયાદિ અને છેલ્લે સંથારો પણ ગુરુને પૂછીને કરે.
આ તો રોજીંદી ક્રિયાની વાત કરી. બાકી માંદગીમાં દવા લેવી હોય, વિશિષ્ટ તપ ક૨વો હોય, કોઈપણ પુસ્તકાદિ વાંચવા હોય, કોઈકની સાથે વાતો કરવી હોય... આમાં ગુરુ સામે ક્યાંય દલીલ નહિ, જીદ નહિ. હા! માત્ર પરિસ્થિતિ જણાવે, પછી તો ગુરુ જે નિર્ણય આપે એ સહર્ષ સ્વીકારી જ લે.
“મારે મારી ઈચ્છા પ્રમાણે કશું જ કરવુંનથી. મારે માત્ર ને માત્ર ગુરુના કહ્યા પ્રમાણે જ કરવું છે. એમાં જ મારું કલ્યાણ છે” આ એના રૂંવાડે રૂંવાડે બેઠેલું હોય. અને એટલે જ ગુરુ કોઈપણ વાતની ના પાડે, તો ગમે એટલું મનગમતું કામ પણ બંધ કરતા એને વાર ન લાગે.
જ્યાં ગુરુ કહે ‘ના’, ત્યાં એ પણ કહે ‘ના.'
જ્યાં ગુરુ કહે ‘હા’, ત્યાં એ પણ કહે ‘હા.’
ગુરુનું મન જે દિશામાં, શિષ્યનું મન પણ એ જ દિશામાં... ગુરુ પ્રસન્ન, તો શિષ્ય પ્રસન્ન !
ગુરુને શાતા આપવા માટે ગમે એટલો ભોગ આપવા તૈયાર !
ગુરુની અશાતા દૂર કરવા માટે આકાશ-પાતાળ એક કરવા તૈયાર ! ગુરુના આંખે આંસુ જોયા નથી અને શિષ્ય રહ્યો નથી...
ગુરુના મોઢે હાસ્ય દીઠું નથી અને શિષ્ય હસ્યો નથી...
ગુરુ કાંઈક કામ માટે બહાર જાય તો એ પાછા આવે એ માટે કાગના ડોળે રાહ જૂએ, જરાક મોડું થાય તો શિષ્ય ચિંતિત બની જાય... ગુરુને અનેક પ્રકારના રોગો હોઈ શકે, તો એ દરેક માટે જૂદી જૂદી અનેક પ્રકા૨ની દવાઓની અને અનુપાનોની કાળજી જબરદસ્ત ક૨ે... કોઈક પ્રસંગ એવો ઊભો થાય કે જેમાં પોતે મરવા દ્વારા ગુરુને બચાવી શકે એમ હોય, તો એમ કરતા પણ એને લગીરે વાર ન લાગે.
કેટલું લખવું ?
********* ૪૨