________________
મહાવ્રતો
*****
તો ૧૮ વાર કોને સંબોધવાના ?
એટલે ગણધરમહારાજાઓ આ સંબોધનરૂપ દ્વારા શિષ્યોને ગર્ભિત રીતે આ ઉપદેશ આપે છે કે “તમે સતત ગુરુની પાસે રહેજો. ગુરુથી વેગળા ન થજો. જેઓ પોતાની ઈચ્છાથી ગુરુથી જુદા થાય છે. તેઓ ભલે એક દિવસ માટે પણ ગુરુથી વેગળા થાય, પણ તેઓ ભારે જોખમમાં પોતાની જાતને મૂકે છે. ગમે ત્યારે તેઓ ચારિત્રથી પતન પામે તો નવાઈ નહિ. બહારનું ચારિત્ર ભલે કદાચ ટકી રહે, પણ અંદરનું પરિણતિરૂપ ચારિત્ર તો એમને પણ ખબર ન પડે એ રીતે ખલાસ થઈ જાય.
એટલે સંયમીઓ ! દિવસમાં ૧૮-૧૮ વાર ગુરુને સંબોધવાનું દર્શાવીને અમારે તમને એ જ દર્શાવવું છે કે તમે ગુરુની આંખ સામે જ રહો. ગુરુની આંખ સામેથી દૂર થયા, એટલે ગમે તે પળે ગમે તે નુકસાનો ઊભા થવાની શક્યતા ઉભી થઈ જ. સમજો. એટલે જ તમે સદા ગુરુની આંખ સામે અને એટલે જ ગુરુ પણ સદા તમારી આંખ
સામે !''
કેટલો બધો ગૂઢ અર્થ દર્શાવી દીધો ગણધરમહારાજાઓએ, માત્ર સંબોધન દેખાડવા
દ્વારા !
ગુરુની સાક્ષાત હાજરી કેટલી બધી જરુરી છે, એ દર્શાવતા આવશ્યકવૃત્તિકારશ્રી જણાવે છે કે,
ધારો કે વિશાળ ગચ્છ એક ગામમાં પહોંચ્યો. એમાં એક જ ઉપાશ્રયમાં બધા ઉતરે, સાંજે પ્રતિક્રમણ બાદ ગુરુની હાજરીમાં સૂત્રપોરિસી અને અર્થપોરિસી કરે.
પણ વસતિ નાની હોય અને એટલે કેટલાક સાધુઓએ ત્યાં જ બીજા ઉપાશ્રયમાં ઉતરવું પડે તેમ હોય, તો ભલે તેઓ બીજા ઉપાશ્રયમાં ઉતરે. પણ સાંજે ગુરુની હાજરીમાં જ પ્રતિક્રમણ+સૂત્રપોરિસી+અર્થપોરિસી કર્યા બાદ મધરાતે બીજા ઉપાશ્રયમાં સંથારો કરવા જાય. (અહીં સંથારો કરવાની જગ્યા ન હોવાથી જ બીજો ઉપાશ્રય સ્વીકાર્યો છે ને ?) પણ એવું ન ચાલે કે “હવે બીજા ઉપાશ્રયોમાં જ આપણે ઉતર્યા છીએ, તો પ્રતિક્રમણ અને સ્વાધ્યાય ત્યાં જ કરીએ.”
ના. આ બધું ગુરુની હાજરીમાં જ કરવાનું. સંથારો પણ નાછૂટકે જ બીજા ઉપાશ્રયમાં કરવો પડે છે.
પણ ધારો કે, મધરાતે આ રીતેબીજા ઉપાશ્રયમાં જવા જાય, તો કુતરાઓ ભસે, કરડે... કોઈ વળી સાધુઓને ચોર માની લે... વગેરે મુશ્કેલીઓ ત્યાં હોય અને એટલે મધરાતે ત્યાં જવું શક્ય ન હોય તો છેવટે પ્રતિક્રમણ+સૂત્રપોરિસી ગુરુપાસે કરી રાત્રિના પ્રથમ પ્રહર બાદ બીજા ઉપાશ્રયમાં જઈ ત્યાં અર્થપોરિસી કરે.
૪૦***
*****