________________
૪. !
ગુરુપારતત્ય અને તેના અપરંપાર લાભો સંવિગ્ન અને ગીતાર્થ ગુરુને જ આપણા ગુરુ તરીકે સ્થાપીએ, પણ એટલા માત્રથી પણ કામ પૂરું થઈ જતું નથી. જો આવા ગુરુ પામ્યા પછી પણ એને પરત ન રહીએ અને આપણે આપણી ઈચ્છા પ્રમાણે જ વર્તીએ, ગુરુથી અળગા રહીએ... તો એ ગુરુ મળ્યાનો ફાયદો શું ?
એટલે સાચા ગુરુ શોધવા એ આપણી પ્રથમ ફરજ ! તો સાચા ગુરુ મળ્યા બાદ હવે એમને બધું જ સોંપી દેવું એ આપણી બીજી ફરજ !
કેન્સરના રોગથી પીડાતો માણસ શરુઆતમાં ચારેબાજુ સારામાં સારા ડોક્ટરની તપાસ કરે જ, પણ છેલ્લે જયારે સારામાં સારા ડોક્ટર મળી જાય અને એમને એ પોતાનો કેસ સોંપી દે... બસ, પછી તો એ રોગી એ ડોક્ટરના કહ્યા પ્રમાણે જ કરે. ઓપરેશન કરવાનું આવે, તો પોતાની આખી જીંદગી એના શરણે સોંપી દે. ઓપરેશનમાં ડોક્ટર ધારે તો એ રોગીને મારી પણ નાંખે... છતાં એ બધી તપાસ કર્યા બાદ જ રોગીએ ઝંપલાવ્યું છે, એટલે પછી એ ડોક્ટરની તમામે તમામ વાત માનવાનો જ.
એ જ વાત અધ્યાત્મ ક્ષેત્રમાં છે. ગુરુની પસંદગી કરવા માટે પુષ્કળ મહેનત કરવાની છૂટ, એમ કરતા જ્યારે ગુરુ નક્કી થઈ જાય, ત્યારે તો પછી હવે એ ગુરુને જ સર્વસ્વ માની લેવાના. એ કહે “ઉઠ' તો ઉભા થવાનું. એ કહે, “બેસ' તો બેસી જવાનું. એમાં બીજો કશો જ વિચાર નહિ કરવાનો.
ડોક્ટર જાણે છે કે રોગ કેમ નીકળે? આરોગ્ય કેમ આવે ? એટલે જ નીરોગી થવા ઈચ્છતો માણસ ડોક્ટરના વચનને બરાબર પાળે. કંઈપણ ઊંધુ-ચતુ ન કરે.
એમ ગુરુ જાણે છે કે સંસાર કેમ નાશ પામે ? મોક્ષ કેમ મળે ? એટલે મોક્ષે જવા ઈચ્છતો સાધુ ગુરુના વચનને બરાબર પાળે, કંઈપણ ઊંધું-ચત્ત ન કરે.
આમ સદૂગુરુની પ્રાપ્તિ બાદ એમનું પારતન્ય અનિવાર્ય છે, અત્યંત આવશ્યક છે. અને માટે જ એ પારતત્યનો બોધ આપવા માટે ગણધર મહારાજાઓએ સંબોધનનો = ઉગારચિહ્નનો પ્રયોગ કરેલો છે.
અર્થાત્ અંતે શબ્દ પછી રહેલ ! ઉગારચિહ્ન એ ગુરુપારતત્ય આદરવાનો ઉપદેશ આપે છે. --- - 9%79%
૩૮ ૮૯--
૯