________________
-
- - - - -
- - -
- મહાવતો ----- - -
- - - -
મહત્ત્વની બાબતો ઉપર તો ખૂબ ધ્યાન આપવું.
બસ,
ગીતાર્થતાનો અને સંવિગ્નતાનો પરિચય મેળવવા માટે મુમુક્ષુઓએ આટલું કરવું રહ્યું. છ માસ સાથે રહો, રોજ એક - બે કલાક રીતસર ભણો અને એ સિવાય સતત સાથે રહીને એમના જીવનને ચકાસો.
ગુરુ જો રોજ એક - બે કલાક ભણાવી નહિ શકે તો એનાથી પણ ખ્યાલ આવશે કે ગુરુ જો પ્રારંભિક ગ્રન્થો પણ મને ભણાવી ન શકે તો એ ગુરુ ગીતાર્થ તો શી રીતે હોઈ શકે ? તો આવતી કાલે મને મોક્ષમાર્ગની સૂક્ષ્મ સમજણ તો કોણ આપવાનું ?
આ તો વાત કરી મુમુક્ષુઓ માટે !
જેઓ દીક્ષિત થઈ ચૂક્યા છે, તેઓના તો ગુરુ નિશ્ચિત જ છે. આવા દીક્ષિતોએ તો જો એ ગુરુ એકંદરે બ્રહ્મચર્યાદિપાલન રૂપ આચારવાળા હોય, તો તે ગુરુ ગીતાર્થ ન હોય, ભણી - ભણાવી શકતા ન હોય તો પણ એમને ભગવાનની જેમ જ આરાધવાના છે.
દસર્વે.સૂત્રના નવમા અધ્યયનમાં આ વાત અપવાદમાર્ગ રૂપે દર્શાવી પણ છે કે “ગુરુ અલ્પજ્ઞાની હોય, એ સંભવી શકે છે... પણ એ ગુરુની અલ્પજ્ઞાનિતાને જોઈને એમની હલના ન કરવી.” એટલે સંયમ લઈ ચૂકેલાઓએ તો હવે પોતાના ગુરુ પાસે આચારસંપન્નતાની = સંવિગ્નતાની જ અપેક્ષા રાખવી. સાથે ગીતાર્થ = જ્ઞાન હોય તો તો સરસ, પણ ન હોય તો એ બાબતને ગૌણ કરવી. એ જ્ઞાનની પ્રાપ્તિ બીજા જ્ઞાનીઓનો સંપર્ક સાધીને કરવી. ગુરુ સંવિગ્ન હશે, તો પોતાના શિષ્યને બીજા પાસે જ્ઞાન મેળવવામાં કદી પણ વિપ્ન નહિ ઊભા કરે, ઉલ્ટ સંવિગ્ન ગુરુ તો સામેથી જ શિષ્યને જ્ઞાનપ્રાપ્તિ માટેની વ્યવસ્થાઓ ગોઠવી આપે.
હા ! ગુરુની આચારસંપન્નતામાં ગરબડ હોય, એમાં ય મુખ્યત્વે બ્રહ્મચર્ય બાબતમાં ગરબડ હોય તો સંયમીઓએ ગુરુને એ ગરબડોમાંથી મુક્ત કરવા પ્રયત્ન કરવો, એ શક્ય ન બને તો છેવટે સ્વરક્ષા માટે અન્ય ગુરુનું શરણું સ્વીકારી લેવું. પણ ક્યાંય જૂના ગુરુની નિંદા ન કરવી.
વળી, દીક્ષિતો માટે આ માર્ગ હજી પણ ખુલ્લો જ છે કે ભલે એમણે એમના ગુરુ બદલવાના નથી જ. બ્રહ્મચર્યાદિ મુખ્ય આચારોના પાલક એવા એ ગુરુને ભગવાનની જેમ જ આરાધવાના છે. પણ એ ગીતાર્થ ન હોય તો શાસનમાં જે બીજા ગીતાર્થો હોય, એની પાસે સંયમીઓ આલોચના લઈ શકે, પોતાના જીવનના મહત્ત્વના નિર્ણયો માટે એ ગીતાર્થોની સલાહ લઈ શકે, કંઈ પણ શંકાઓ ઊભી થઈ જાય, તો એના સમાધાનો