________________
!
હવે જો પ્રતિક્રમણ કર્યા બાદ એટલે કે સૂર્યાસ્ત બાદ તે ઉપાશ્રયમાં જવામાં પણ મુશ્કેલીઓ પડવાની શક્યતા હોય તો પછી એ સાધુઓ પ્રતિક્રમણ વિના જ અન્ય ઉપાશ્રયમાં જાય, ત્યાં ગુરુની ગેરહાજરી હોવાથી સ્થાપનાચાર્ય સામે પ્રતિક્રમણ કરે. (એ વખતે ગુરુ ગચ્છાચાર્ય ભલે ન હોય પણ એક ગીતાર્થ સાધુ તો ત્યાં પણ હોય...) આમ સ્થાપનાચાર્યનો ઉપયોગ તો છેક ત્યારે કરવાનો કે જ્યારે નાછૂટકે ગુરુથી દૂર રહેવું પડે, બાકી તો ગુરુની હાજરીમાં જ બધી ક્રિયા કરવાની હોવાથી સ્થાપનાચાર્યની પણ જરુર નહિ.
આ આખા પદાર્થ દ્વારા શાસ્ત્રકારો એમ કહે છે કે “ગુરુની સાક્ષાત હાજરી કેટલી બધી મહત્ત્વની છે ! માટે જ ગુરુને છોડીને ક્યાંય ન જવું. ગુરુ પાસે સ્વચ્છંદતા ન મળે તો ભલે, ગુરુ પાસે વૈયાવચ્યાદિ કામો કરવા પડે તો ભલે, ગુરુ પાસે ખાવા-પીવાની છૂટછાટ ઓછી મળે તો ભલે, ગુરુ પાસે વ્યાખ્યાન-ભક્તપરિચય વગેરે કરવા ન મળે તો ભલે, ગુરુ પાસે ઠપકાઓ ખાવા પડે તો ભલે, ગુરુ પાસે સ્વયં વિદ્વાન હોવા છતાં અજ્ઞાની બની બધું સાંભળવા બેસવું પડે તો ભલે,... પણ ગુરુને છોડી, એક કે બીજા બહાને જુદા વિચરવાનો વિચાર પણ કરવા જેવો નથી.
*
=
સબુર !
ગુરુ પાસે રહેવા માત્રથી ન ચાલે, જો ગુરુ પાસે રહીને પણ ગુરુની વાત ન માને અને પોતાના મનમાં જેમ આવે એ પ્રમાણે જ પ્રવૃત્તિ કરે તો એનો કોઈ જ અર્થ નથી.એટલે જ શાસ્ત્રકાર ભગવંતો દિવસમાં ૧૮-૧૮ વખત ગુરુને સંબોધવાનું ગોઠવીને ગર્ભિત રીતે એવો ઉપદેશ આપે છે કે “જૂઓ, શિષ્યો ! નાનામાં નાનું કામ પણ ગુરુને પૂછીને જ કરજો. એ માટે તમારે દિવસમાં વારંવાર ગુરુને સંબોધન કરવાનું આવશે, તો ભલે આવે. કરેમિ ભંતેમાં કુલ ૧૮ વા૨ સંબોધન કરો જ છો ને ? એના દ્વારા આ વાત દૃઢ કરી લો કે જ્યારે પણ મને કામ પડે ત્યારે હું ગુરુને પૂછીને જ કરીશ...”
માત્ર શ્વાસોચ્છવાસ, લોહીનું પરિભ્રમણ... આ બધા માટે હું ગુરુને પૂછી નહિ શકું. બાકી જેટલીવાર માત્રુ જાઉં, જેટલીવાર ઉપાશ્રયની બહાર જાઉં, કોઈકની સાથે વાત કરું, કોઈક પાઠ લઉં કે આપું, કોઈક પત્રાદિ લખું કે આવેલા પત્રો વાંચુ... દરેકે દરેક બાબત મારા ગુરુને પૂછીને જ કરીશ. એ હા પાડશે તો કરીશ, ના પાડશે તો નહિ જ કરું.
સવારે શિષ્ય ઉઠે કે તરત ગુરુ પાસે જઈ ચરણોમાં માથુ ઝુકાવીને પ્રતિક્રમણ કરવાની રજા માંગે, માત્રુ જવું હોય તો એની રજા માંગે... પ્રતિક્રમણ બાદ ગુરુને પૂછે “પ્રતિલેખન કરું ?” ગુરુ હા પાડે તો કરે, નહિ તો અટકે... એ પત્યા બાદ વંદન
૪૧