________________
કહેવાય અને એના પ્રતાપે તે શિષ્યો જગતમાં જસવાદ પામે.
૩૫૦ ગાથાની આ ઢાળ જોયા બાદ બીજા પણ કેટલાક પાઠો જોઈએ. Trટ્સ હો માળો થયો ય હંસારિત્તે થના વિજાઈ #વાસં ન વંતિ ! આવ.નિર્યું
ગુરુ+ગચ્છ સાથે રહેનાર જ્ઞાન પામે, દર્શનમાં અને ચારિત્રમાં વધુ સ્થિર થાય, તે શિષ્યો ધન્ય છે, જેઓ ગુરુકુલવાસ છોડતા નથી.
मुत्तण सव्वमाणं पढमं ता सीसो हवेज्जाहि । सीसस्स हंति सीसा न ह हंति सीसा असीसस्स।
બધો અંહકાર છોડીને પહેલા શિષ્ય બન, કેમકે શિષ્યના જ શિષ્યો થાય, જે સ્વયં શિષ્ય નથી, એના શિષ્યો થઈ ન શકે.
પૂર્વાયત્ત છાત્રામાં મવત્તિ સર્વપિતા પર્વાધિનપજે હિતાક્ષિા માધ્યમ પ્રશમરતિ પ્રકરણ.
તમામ શાસ્ત્રારંભ ગુરુને આધીન છે. એટલે જે શિષ્ય હિતને ઈચ્છે છે, એણે ગુરુને પ્રસન્ન કરવામાં તત્પર બનવું.
અર્થ તેહના છે અતિ સુક્ષ્મ તે જાણો ગુર પાસે જી. ગુરની સેવા કરતા લહીએ અનુભવ નિજ અભ્યાસે જી. જેહ બહઋત, ગુર ગીતારથ મારગના અનુસાર જી. તેહને પૂછી સંશય ટાળો એ હિતશીખ છે સાચી જી. ૧૫૦ ગાથાનું સ્તવન
આ સ્તવનના અર્થો અતિસૂક્ષ્મ છે, તે તમે ગુરુ પાસે જાણો. ગુરુની સેવા કરતા કરતા આ બધો અનુભવ આત્મસાત થાય છે. જે ગુરુ બહુશ્રુત, ગીતાર્થ, માર્ગાનુસારી છે. એમને પ્રશ્નો પૂછી પૂછીને તમારા સંશય દૂર કરો, એ મારી સાચી હિતશિક્ષા છે.
થવા યત્નઃ સતત વાર્યો વતસમીપે હિતશક્ષિમિહિર્વનનું હારિમલમમાષોડશક પ્રકરણ.
આત્માનું હિત ઈચ્છનારા ઉત્તમપુરુષોએ બહુશ્રુત (ગીતાર્થ) ગુરુની પાસે ધર્મ સાંભળવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. આ હરિભદ્રસૂરિનું વચન છે.
પુર્દિવો પુરવર્દિસિરિમાય મવિત્તિ વાસિમ તેવયમવાળુવાસંતિ ઉપદેશ માલા
ઉદયમાં આવેલા પુણ્યોથી પ્રેરાયેલા, લક્ષ્મીના ભાજન, ભવિષ્યમાં જેમનું કલ્યાણ થવાનું છે તેવા ભવ્ય જીવો ગુરુની દેવની જેમ ઉપાસના કરતા હોય છે. (અર્થાતુ ગુરુની દેવની જેમ ઉપાસના એ મહાપુણ્યોદયે પ્રાપ્ત થાય અને એ ઉપાસના દ્વારા ભવિષ્યમાં કલ્યાણની પ્રાપ્તિ થાય.)
'ગુરુપારતત્યની મહત્તા દર્શાવનારા આવા તો ઢગલાબંધ શાસ્ત્રવચનો જોવા મળે છે. માટે જ પ્રત્યેક સંયમીએ મક્કમ બનીને આ નિર્ણય કરવો જોઈએ કે
ગુરુનો સ્વભાવ કદાચ વિચિત્ર, ક્રોધી હોય તો પણ, ગુરુ પાસે રહેવામાં ખાવા-પીવાદિ છૂટછાટો ઉપર નિયંત્રણ આવતા હોય તો પણ,
ગુરુ પાસે રહેવામાં શિષ્ય-શિષ્યાઓ કરવામાં વિઘ્નો ઊભા થતા હોય તો પણ, - - - - - - - - - - - - ૫૫ - - - - - - - - - - - - - -