________________
મહાવ્રતો . આવડે છે ?” અને ધારો કે એ બધું પૂછીએ પણ ખરા, પણ એ કેવું નિશીથ ભણ્યા ?.... એ બધાની અમને શી ખબર પડે ?
એમ સંવિગ્નતાની ખબર પાડવી પણ અઘરી છે. કેમકે અમને તો સાધુ જીવનના સૂક્ષ્મઆચારોની જ સમજણ નથી. તો એ સાધુ આચાર પાળે છે કે નથી પાળતા ? વૈરાગ્ય વાળા છે કે નહિ ? આ બધું સમજવાની અમારી શક્તિ જ ક્યાં છે ?
એટલે ગીતાર્થ - સંવિગ્નને જ ગુરુ બનાવવા, એ માટે ૧૨ વર્ષ ૭૦૦ યોજન સુધી તપાસ કરવી પડે તો પણ કરવી... એ બધું સાચું, પણ ગીતાર્થતા અને સંવિગ્નતાને ઓળખવાની જ અમારી શક્તિ નથી. એટલે આગળની વાત વિચારવાની જ રહેતી નથી.
તમે જ અમને આ ગીતાર્થ + સંવિગ્નતાને ઓળખવાનો ઉપાય બતાવો.
ઉત્તર ઃ આ જ એક વર્તમાનકાળની વિચિત્રતા છે. મોટા ભાગે મુમુક્ષુઓ વિવેકસંપન્ન બન્યા બાદ દીક્ષા લેનારા નથી, પણ મુદશામાં, વિશેષ સમજણ વિના દીક્ષા લેનારા છે. ચોક્કસ, એમના ભાવ સારા છે, પણ વિવેક દૃષ્ટિ ન હોવાથી જાતજાતની ગરબડો ઊભી થાય છે.
એટલે જ સૌ પ્રથમ વાત તો એ જ કે મુમુક્ષુઓએ દીક્ષા માટે બિલકુલ ઉતાવળ ન કરવી. તો જ એને ગુરુની શોધ કરવાનો સમય મળશે. બાકી ઉતાવળે નિર્ણય લેવાઈ જશે અને ગુરુ નક્કી થઈ જશે, તો પાછળથી એ બધું ભાન થવા છતાંય પછી કંઈપણ ફેરફાર કરવો એ આ કાળમાં અત્યંત કપરો બની જશે.
એટલે જ જેઓ મુમુક્ષુ હોય, તેઓ માટે ગુરુની શોધ કરવા માટેની મોટી તક છે. એમાં જે ગુરુ આપણને સારા લાગે, તેમની સાથે સતત ઓછામાં ઓછા છ માસ તો રહેવું જ. શક્ય હોય તો પૌષધમાં જ ૨હેવું. આમ ૨૪ કલાક ગુરુની સાથે રહેવાથી અને એ પણ છ-છ માસ સુધી ગુરુની સાથે રહેવાથી આપોઆપ જ ગુરુની ઘણી બધી પરીક્ષા થઈ જ જાય.
એમાં પણ
(ક) ગુરુ મને રોજ વ્યવસ્થિત પાઠ આપે છે કે નહિ ? (એ જે ભણાવે છે, એમાં એમનો શાસ્ત્રબોધ કેવો છે ? એ પણ ખ્યાલમાં આવવા લાગે.)
(ખ) ગુરુના શબ્દોમાં વૈરાગ્યભાવ, સંસારની અસારતાનો ભાવ, સંયમબહુમાનનો ભાવ, દેવાધિદેવ પ્રત્યેની અને શાસન પ્રત્યેની ભક્તિનો ભાવ અનુભવાય છે કે નહિ ?
(ગ) ગુરુ આખો દિવસ કરે છે ? એમના આખા દિવસમાં સ્વાધ્યાય
૩૪
***
-
જય -
****