________________
ભંતે
ગીતાર્થો પાસે મેળવી શકે. આમ પોતાના ગુરુ ભલે ગમે તે હોય, પણ શાસનમાં વિદ્યમાન ગીતાર્થસંવિગ્ન ગુરુને એ પોતાના ભાવગુરુ તરીકે તો સ્થાપી જ શકે છે. અને એ દ્વારા શાસ્ત્રાનુસારી જીવન જીવવાનો પ્રયત્ન પણ કરી શકે છે.
ચાલો,
અંતે મંતે ! શબ્દનો સાર પુન : યાદ કરી લઈએ.
(ક) મુમુક્ષુઓ ૭૦૦ યોજન સુધી અને ૧૨ વર્ષ સુધી તપાસ કરવી પડે તો એ કરીને પણ વર્તમાન કાળની દૃષ્ટિએ ઘણા સારા એવા ગીતાર્થ + સંવિગ્ન ગુરુને પોતાનું જીવન સોંપે. એ માટે ઓછામાં ઓછા છ માસ એમની સાથે રહે, એ પછી જ દીક્ષાનો સ્વીકા૨ કરે, ઉતાવળ નહિ.
(ખ) જેઓ દીક્ષા લઈ જ ચૂક્યા છે, તેઓ પોતાના વર્તમાન ગુરુ અગીતાર્થ હોય = અલ્પજ્ઞાની હોય તો પણ એ જો એકંદરે આચારસંપન્ન હોય તો એમને ભગવાનતુલ્ય માનીને શાસનમાં વિદ્યમાન બીજા કોઈ ગીતાર્થ - સંવિગ્ન ગુરુના માર્ગદર્શન પ્રમાણે પોતાના સંયમજીવનને આગળ ધપાવે. પોતે સ્વતંત્ર, સ્વચ્છંદ ન બને કે અગીતાર્થને સર્વથા પરતન્ત્ર ન બને, પણ ગીતાર્થ સંવિગ્ન સાધુને પોતાના ભાવગુરુપદે સ્થાપિત કરે. જેથી વ્યવહાર પણ જળવાય અને પોતાના આત્માનું પણ હિત થાય.
આ છે અંતે શબ્દનો સાર !
62