________________
વૈયાવચ્ચાદિનો સમય કેટલો? કે પછી ગુરુ છાપા – મેગેઝીનોમાં કલાકો કાઢે છે? આવેલા ગૃહસ્થાદિ સાથે નકામી વાતોમાં જ કલાકો કાઢે છે ? હા ! ગુરુ છાપા વાંચીને પણ એનો ઉપયોગ શાસન માટે કરે છે કે નહિ? કે માત્ર બહિર્મુખતાનો રસ પોષવા માટે જ છાપા વાંચે છે ? ગુરુ ભલે ગૃહસ્થો સાથે વાતો કરે, પણ એમાંય નકામો સમય બગાડવાને બદલે એમને સાચી હિત શિક્ષાઓ આપે છે
(વ) ગુરુનો સ્ત્રીઓ સાથેનો વ્યવહાર કેવો છે ? સાધ્વીજીઓ કે સ્ત્રીઓ સાથે ગુરુ
એકલા જ વાતો કરે છે? કેટલો સમય કરે છે ? એ વખતે હસાહસી કરે છે ? કે એકદમ ગંભીર રહે છે? સ્ત્રીઓ સામે જુએ છે ? કે નીચી આંખે વાતો કરે છે
? એમના વર્તનમાં મર્યાદાપાલન દેખાય છે? કે મર્યાદાઓ ઉલ્લંઘાતી દેખાય છે? (ચ) ગુરુ શું વાપરે છે? એકાસણું કરે છે? કે નવકારશી ? ભલે નવકારશી કરે પણ
એ માંદગી – વગેરે કારણોસર કે વગર કારણે જ? એ ગોચરી વહોરવા જાય છે ? કે બધું ઉપાશ્રયમાં જ આવી જાય છે ? ગોચરીમાં પણ ભક્તોના ઘરે જ જાય છે કે પછી બીજા બધા ઘરોમાં પણ ગોચરી જાય છે? દોષિત ગોચરી વાપરે છે? ભલે
દોષિત લે પણ એ એવા વિશેષ કારણોસર લે છે ? કે વગર કારણે જ ? : આવી બધી બાબતોની પરીક્ષા કરી શકાય.
આ રીતે મુમુક્ષુ ગુરુની પરીક્ષા કરવા માટે હકદાર છે. એમાં “એણે ગુરુના દોષો જોયા, પારકી પંચાત કરી” એવું ન કહેવાય. કેમકે પોતાનું સમગ્ર જીવન જેને સોંપવાનું હોય, તેની પરીક્ષા તો અવશ્ય કરવી જ રહી.
સંસારમાં લગ્ન કરનારાઓ પણ જ્યારે જીવન સાથીની શોધ કરે છે, ત્યારે ઘણી બધી તપાસ કરી જ લે છે. કેમકે તેઓ જાણે છે કે એ વ્યક્તિ સાથે આખી જીંદગી વિતાવવાની છે, જો ઉતાવળ કરીશ તો મારે જ પસ્તાવું પડશે.
એટલે જ તો એ વ્યક્તિ માટે આજુ બાજુ ઘણાને પૂછપરછ કરે, એ વ્યક્તિ સાથે પણ ખાનગી મીટીંગો યોજાય... એમ ઘણી તપાસ બાદ લગ્નો નક્કી થતા હોય છે. એમાં જેઓ રૂપ-ધનાદિથી આકર્ષાઈને ઉતાવળા નિર્ણયો કરે છે, તેઓ લગ્ન બાદ ખૂબ પસ્તાય છે, એ બધા જાણે જ છે.
તો એ જ વાત અહીં પણ સમજવાની છે.
“મારા ગુરુ કોણ ?” એ નિર્ણય કરવામાં ખૂબ જ સાવચેતી રાખવી. ઓછામાં ઓછા છ માસ તો એ ભાવિ ગુરુની સાથે નિકટમાં રહીને જીવવું જ. એમની પ્રત્યેક ચર્યાઓ ધ્યાનમાં લેવી. કાળાદિના કારણે નાના - નાના દોષો ક્ષત્તવ્ય ભલે બને, પણ