________________
અને ગુરુ પ્રત્યેના સદૂભાવમાં ખામી આવતી જાય, તેનાથી વૈયાવચ્ચાદિમાં પણ ખામી આવતી જાય. એટલે ગુરુની વૈયાવચ્ચ બરાબર ન થવાથી, ગુરુની અપેક્ષાઓ પૂરી ન થવાથી ગુરુ એના પ્રત્યે અરુચિવાળા બનતા જાય, એને ઠપકો પણ આપતા થાય. એ ઠપકામાં પડેલો ક્રોધભાવ - સ્વાર્થભાવ શિષ્યને હાડોહાડ સ્પર્શી જાય, અને એનો અસદૂભાવ ઘટવાને બદલે વધે. જો એ પણ આવેશમાં આવી સામે થઈ જાય તો તો ગુરુશિષ્યના સંબંધમાં કાયમ માટે એક મોટી તિરાડ ઊભી થાય.... પણ જો એ સામે ન થાય તો પણ અંદર ને અંદર ગૂંગળાય, મન બળવો કરવા પ્રેરાય, વૈયાવચ્ચનો ઉલ્લાસ ખલાસ થાય, ગુરુને વંદન કરવામાં ય ભાવોલ્લાસ ન જાગે, એકલતા અનુભવાતી જાય... ગુરુ પણ આ બધું જોઈ વધુ ને વધુ આવેશ – તિરસ્કારાદિવાળા બનતા રહે...
છેવટે એ શિષ્યનો માર્ગ ફંટાય. એને આત્મિક આનંદ તો મળ્યો નહિ, ગુરુ તરફનો સ્નેહાનંદ પણ ખતમ થયો. અને કામાનંદ = વિષયસુખાનંદ તો એ સંસારમાં જ છોડી આવેલો, એટલે ત્રણેય આનંદોથી ભ્રષ્ટ થયેલો એ કંઈક આનંદ મેળવા તલપે. જીવ માત્રનો આ સ્વભાવ છે કે એને કોઈક આનંદ તો જોઈએ જ. ' હવે આત્માનંદ મેળવવાનું તો એનું ગજું જ ન હોય કેમકે એવો શાસ્ત્રાભ્યાસ જ ન થયો હોય. એટલે એની નજર સ્નેહાનંદ અને કામાનંદ મેળવવા તરફ દોડે. એની દિશા બદલાય. એ ગૃહસ્થો સાથે વધુ ને વધુપરિચય કરવા દ્વારા, એમની સાથે મિત્રતા - લાગણી બાંધવા દ્વારા સ્નેહાનંદ મેળવવાનો પ્રયત્ન કરે. તો બીજી બાજુ ખાવા - પીવામાં, સ્ત્રીપરિચયાદિમાં, મસ્તીસભર જીવનમાં એ કામાનંદ મેળવવાનો પ્રયત્ન કરે.
આ રીતે જ્યારે એક શિષ્ય સાધુપણામાં સંસારી તરીકેનું જીવન જીવવાનો પ્રારંભ કરે છે, ત્યારે એ જિનશાસનનો એક શત્રુ બની રહે છે. એના હાથે હજારો વર્ષો જૂની પરંપરાઓનો, આચાર મર્યાદાઓનો નાશ થવા લાગે છે. ગુર્વાદિ પ્રત્યેનો કષાયભાવ અને ભોજનાદિ પ્રત્યેનો વિષયભાવ એના સમગ્ર જીવનને ઘમરોળી નાંખે છે, તો બીજીબાજુ ગુરુ પણ કષાયાદિમાં સ્વહિત હારી બેસે છે.
જો અયોગ્ય વ્યક્તિ ગુરુ બને તો આવી અનર્થોની પરંપરા સર્જાય છે. - ક્યાંક વળી ગુરુ - શિષ્યની જોડી અકબંધ પણ રહેતી હોય છે, જાણે કે વીર – - ગૌતમની જોડી જ લાગે. પણ એમાં પણ અતિગંભીર બાબત એ કે આ જોડી ટકી રહેવામાં પાયા તરીકે કામ કરે છે, સ્નેહાનંદ કે કામાનંદ! પિતા – પુત્રનો, માતા – પુત્રનો સંબંધ જેમ અકબંધ ટકી રહે છે. પણ એટલા માત્રથી એ આધ્યાત્મિક વિકાસ નથી જ ગણાતો. એમ ક્યાંક ગુરુ - શિષ્યનો સંબંધ પણ પરસ્પરના સ્નેહભાવને કારણે ટકી રહેતો હોય છે. પણ એમાં આત્માનંદ ભળેલો હોતો નથી. અને એ ભળે પણ ક્યાંથી ? કેમકે ગુરુ -----------------------૦૯ - ૩૧ - - - - - - - - - - - - - - - - - - - - -