________________
૨૯-૦૯-૯-૦૯-૯-૪-૯--૨૯--૨૯-૦૯-- મહાવ્રતો કે--૯-૦૯-૨-૯-૪-૯-૦૯-૨૯----ના
વર્તમાનમાં કેટલીક મુશ્કેલીઓ એવી ઊભી થઈ છે કે જેને કારણે ગુરુ બનનાર અને શિષ્ય બનનાર બંનેને નુકસાન થાય છે.
ગુરુ બનનારા જો પોતાની પાત્રતાનો વિચાર ન કરે, પોતાની ગીતાર્થતા અને સંવિગ્નતાને ન ચકાસે અને પોતાનો પરિવાર = શિષ્યો બનાવી લેવાના લોભમાં પડે તો એ પછી પોતાની પાસે આવનારા સાથે મીઠી – મધુરી વાતો કરશે, એમને આકર્ષવા માટેના બધા જ પ્રયત્નો કરશે, એમના માટે જમવાની, ઉંઘવાની, રહેવાની, નાહવાની સારામાં સારી ગોઠવણો પણ કરી આપશે, એના માટે જાતે રોજના કલાકોનો ભોગ આપશે, રાત્રે ૧૧-૧૨ વાગ્યા સુધી પાસે બેસાડશે. દીક્ષાની વાસ્તવિકતા - કઠિનતા સમજાવવાને બદલે દીક્ષાની સરળતા જ દર્શાવ્યા કરશે... “અહીં બધી અનુકુળતા છે. એકાસણા ન થાય તો કરજે ને નવકારશી ! કદાચ વિહારાદિમાં તકલીફ પડે તો ય ડોલી - વ્હીલચેરની વ્યવસ્થા છે જ ને ?... વગેરે.”
બીજી બાજુ તદન ભોળા માસુમ મુમુક્ષુઓ ! એમને નથી તો મોક્ષની કંઈ વિશેષ સમજણ કે નથી તો “ગુરુ કોને બનાવવા જોઈએ” વગેરે બાબતોનો બોધ ! એ બધા હજી દીક્ષા લેવાની ઈચ્છાવાળા હોવા છતાં અંદરથી તો સાંસારિક લાગણીઓથી ઘડાયેલા હોય છે. એટલે જ જે સાધુ તરફથી આટલી બધી અનુકૂળતાઓ મળે, જે સાધુ કલાકો સુધી ભોગ આપે, એ સાધુ તરફ સહજ રીતે ઢળી પડે. એ સાધુ એમને સર્વસ્વ લાગવા માંડે...
અને એ રીતે પેલો મુમુક્ષુ બને શિષ્ય ! અને એ સાધુ બને ગુરુ !
ખરી મુશ્કેલી હવે શરુ થાય. એ સાધુ સંતે ! બનવાને લાયક જો ન હોય તો એનો અર્થ જ એ કે ધીમે ધીમે એ નૂતનગુરુ પોતાના શિષ્ય માટે ભોગ આપવાને બદલે હવે શિષ્ય પાસેથી ભોગ લેવાની અપેક્ષા રાખવાના. શિષ્ય ત્રણ ટાઈમ ગોચરી – પાણી લાવી આપે, પડિલેહણાદિ કરી આપે, સંથારો પાથરી આપે, જરૂર પડે ત્યારે વરઘોડાદિમાં માન - સન્માન મેળવવામાં ઉપયોગી બને... આ બધી અપેક્ષાઓ ગુરુની વધતી જાય.
પણ એની સામે શિષ્યને ભણાવવો, શિષ્યને સંયમની સૂક્ષ્મ તાલીમ આપવી. એને ગીતાર્થ – સંવિગ્ન બનાવવો... એ બધા માટેનો કોઈ જ પ્રયત્ન નહિ. હવે એ ગુરુ નૂતન મુમુક્ષુને નૂતન શિષ્ય બનાવવા માટેના નૂતન પ્રયત્નો શરુ કરે.
પેલો જુનો શિષ્ય જૂએ કે “ગુરુ આખા દિવસમાં મને અડધો - એક કલાક પણ ભણાવવા તૈયાર નથી. એમને રસ છે, હવે પેલા નૂતન મુમુક્ષુ માટે ! “નવું નવું નવ દહાડા' એ ન્યાય મારા પર લાગી ગયો. હવે મારી કાણી કોડી જેટલી પણ કિંમત નહિ. હવે મારે માત્ર ઘસાઈ જવાનું. સામે મને શાસ્ત્રબોધ, સંયમની તાલીમ... મળવાનું નથી.”
- -
- -
- - - ૯
૯
૩૦
૯૯૦૯ - - - -
- - - -