________________
મહાવ્રતો
ગીતાર્થગુરુ ઝેર પીવાનું કહે તો હળાહળ વિષ પણ પી જજે, પણ અગીતાર્થ તને અમૃત આપે તો પણ પીતો નહિ.
→ કોઈ તારા શરીરમાં શૂળ - ત્રિશુલ ભોંકીને ઝાડ વગેરે ઉપર લટકાવી દે, તો એ રીતે હજાર વર્ષ લટકી રહેવાનું અને ઘોરવેદનાઓ સહન કરવાનું કબુલ રાખજે. પરંતુ અગીતાર્થને ગુરુ બનાવી એનું શરણું સ્વીકારીશ નહિ.
→ પૃળાતિ શાસ્ત્રાર્થમિતિ ગુરુ: જે શાસ્ત્રોના અર્થોનું પ્રતિપાદન કરી શકે તે ગુરુ.
મહોપાધ્યાયજી ૩૫૦ ગાથાના સ્તવનમાં કહે છે કે
→ ગીતારથ, જયણાવંત, ભવભીરૂ જેહ મહંત,
તસવયણે લોકે તરીયે, જેમ પ્રવહણથી ભરદરિયે....
અર્થાત્ ગીતાર્થ, યતનાવંત, ભવભીરુ, મહંત ગુરુના વચનોથી સંસાર તરાય. એ સિવાયના ગુરુઓ તો બોલી બોલીને જીવોને સંસારમાં ડુબાડનારા બને. એવા નિર્ગુણીઓના ટોળાનું શું કામ ?
ગણધર મહારાજાઓ આ વાત બરાબર સમજે છે કે પ્રવ્રજ્યાના પાવન પંથે ડગ માંડનારાઓ જો ગુરુની ઓળખ કરવામાં થાપ ખાશે તો એમની પ્રવ્રજ્યા ધૂળમાં મળી જવાની પાકી શક્યતા છે. અને એટલે જ એ મુમુક્ષુઓને જાણે કે સાવચેત કરવા, સાવધ બનાવવા સામાયિક સૂત્રમાં શરુઆતમાં જ ગુરુને માટે સંબોધન રૂપે એક ખૂબ જ સુંદર શબ્દ તેઓએ મૂકી દીધો. ભંતે !
આવશ્યક નિર્યુક્તિકાર મહારાજા એના ત્રણ અર્થ દર્શાવે છે.
ભદત્ત = કલ્યાણકારી
ભવાન્ત = સંસારનાશક
ભયાન્ત = સાતભયોના નાશક.
અર્થાત્ જે મોક્ષ પમાડી આપવા રૂપ કલ્યાણ કરી શકે,
જે સંસારનો નાશ કરી શકે.
જે ડગલેને પગલે સતાવતા સાતેય ભયોને નિવારી શકે.
એવા એક મહાન સાધુને અહીં ભંતે ! શબ્દથી સંબોધવામાં આવ્યા છે. આના દ્વારા મુમુક્ષુઓને જણાવે છે કે,
હે મુમુક્ષુઓ ! તમારા ગુરુ ભદત્ત છે ને ? ભવાન્ત છે ને ? ભયાન્ત છે ને ? એ ચકાસી લેજો. કેમકે એ જ તમારા સાચા ગુરુ બનવાને લાયક છે.
અને બહુ જ સ્પષ્ટ હકીકત આ જ છે કે ગીતાર્થ અને સંવિગ્ન સાધુ જ ભદત્ત, ભવાન્ત, ભયાત્ત બની શકે છે.
**
૨૮
***
મ