________________
*
૨. કરેમિ ભંતે ! સૂત્રનો અર્થ
*
હે ભગવાન ! હું સામાયિક કરું છું. ( મિ ભંતે ! સામાયં) (પ્રશ્ન : સામાયિક તો ચાર પ્રકારના છે. તું કયું સામાયિક કરવાનો છે ? સમ્યકત્વ ? શ્રુત ? દેશ વિરતિ ? કે સર્વવિરતિ ?)
ઉત્તર : હું તમામે તમામ સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરું છું. અર્થાત્ પાપવાળા જે જે યોગો હોય એ બધાનો ત્યાગ કરું છું. એટલે કે સર્વવિરતિ રૂપી સામાયિકનો સ્વીકાર કરું છું. (સર્વાં માવપ્નું નોનું પદ્મવામિ )
(પ્રશ્ન : આ સાવઘયોગ ત્યાગ ક્યાં સુધી કરવાનો છે ?)
ઉત્તર : નાવબ્નીવાળુ જ્યાં સુધી મારું આ જીવન ટકે ત્યાં સુધી આ સાવદ્યયોગનો
ત્યાગ કરીશ.
(પ્રશ્ન :એ સાવઘયોગ કેટલા પ્રકારના છે ? કે જે બધાનો તું ત્યાગ કરે છે.) ઉત્તર ઃએ ત્રિવિધ ત્રિવિધ =૯ પ્રકારના છે.
તે
આ પ્રમાણે છે.
૧.હું મનથી સાવઘયોગ કરીશ નહિ ૨.હું મનથી સાવઘયોગ કરાવીશ નહિ. ૩.હું મનથી સાવઘયોગ અનુમોદીશ નહિ. ૪.હું વચનથી સાવઘયોગ કરીશ નહિ. ૫.હું વચનથી સાવઘયોગ કરાવીશ નહિ. ૬.હું વચનથી સાવઘયોગ અનુમોદીશ નહિ. ૭.હું કાયાથી સાવઘયોગ કરીશ નહિ ૮.હું કાયાથી સાવઘયોગ કરાવીશ નહિ.
૯.હું કાયાથી સાવઘયોગ અનુમોદીશ નહિ. (તિવિદ્.. તે સાવઘયોગોનું પ્રતિક્રમણ કરું છું.(તસ્યમંતે ! પઙિજ્ઞામિ) તે સાવઘયોગની આત્મસાક્ષીએ નિંદા કરું છું (નિવામિ)
..સમણુનાળામિ)
તે સાવઘયોગની ગુરુસાક્ષીએ નિંદા કરું છું.(રિહામિ ) ભૂતકાળમાં સાવઘયોગ કરી ચૂકેલા આ આત્માને હું ત્યાગી દઉં છું.( અપ્પાળું વોસિરામિ) આ રીતે આપણે સામાન્યથી આ મહાપ્રતિજ્ઞાનો અર્થ જોયો.
હવે આમાં ગૂઢાર્થ શું છે ? એ જાણવાનો પ્રયત્ન કરીએ.
૨૬