________________
----------------------- ભંતે --------------------
જેમM.D. સુધીની ડીગ્રી મેળવી ચૂકેલો ભલા સ્વભાવનો ડોક્ટર રોગીના રોગ દૂર કરે, આરોગ્ય આપે અને ખર્ચા વગેરે સંબંધી બાબતોમાં પણ આશ્વાસન આપે.
એમ ગીતાર્થતાની પદવી પામેલો સદાચારસંપન્ન, નિઃસ્પૃહ સાધુ સંસારીઓના સંસાર રોગનો નાશ કરે, આત્મગુણોની = આત્મિક સુખની બક્ષિસ આપે.. અને એ સિવાય પણ ઘણી બધી રીતે એ જીવોને શાતા - સમાધિ આપનાર બને.
બાકી સંસારમાં જેમ કોઈ છોકરી કોઈક છોકરાના બાહ્યરૂપ, સંપત્તિ વગેરેને જોઈને, એનાથી આકર્ષાઈને લગ્ન કરી લે અને પાછળથી એ છોકરાના વિચિત્રસ્વભાવ, વ્યસનો, લફરાઓ વગેરેને કારણે ખૂબ ખૂબ દુઃખી થાય... એમ જેઓ ગુરુ નક્કી કરવામાં માત્ર બાહ્ય આડંબર જૂએ છે, “પોતાને પસંદ પડી ગયા, પોતાની સાથે મીઠું બોલે છે, પોતાની સાથે રાગભાવ છે.” એ બધું જોઈને ગુરુ નક્કી કરે છે... તેઓ ગુરુ તરીકેના સાચા ગુણોની ચકાસણી વિના ગમે તેને ગુરુ બનાવીને અંતે સંસારભ્રમણ વધારી દેનારા બને તો નવાઈ નહિ. - ભવિષ્યના અનંતકાળનો આ પ્રશ્ન છે, આ કંઈ નાની સૂની વાત નથી. જો ગુરુ બનાવવામાં થાપ ખાધી, તો અનંતીવાર નારકોમાં પણ જવું પડે એવી સંભાવનાઓ છે. આવી અતિગંભીર બાબત હોય ત્યારે છોકરડા, લાગણીવેડા કેમ ચાલશે ?
કેન્સરનું ઓપરેશન કરાવવાનું હોય તો શ્રીમંતો ૧૦ જગ્યાએ પૂછપરછ કર્યા બાદ, ઘણી બધી ખાતરી કર્યા બાદ કોઈકની પાસે ઓપરેશન કરાવવા તૈયાર થાય છે. તો જો એક જ ભવના પ્રશ્ન માટે પણ આટલી બધી સખત તકેદારી રાખવાની હોય તો અનંતાનંત ભવોનો આ પ્રશ્ન છે, એ મા ગુરુ નક્કી કરવામાં ઉતાવળ, અવિવેક, સ્નેહરાગપરવશતા... આમાંનું કશું જ ચાલી શકે ખરું કે ? 'સંગુરુ અત્યંત અત્યંત આવશ્યક છે. તો કુગુરુ અત્યંત અત્યંત ત્યાજય છે,
આજ કારણસર શાસ્ત્રકાર મહારાજાઓ કહે છે “જૂઓ, ભવ્યાત્માઓ! સાચાગુરુ મેળવવા માટે તમારે ૧૨ વર્ષ રાહ જોવી પડે તો રાહ જો જો. એ માટે ૭00 યોજના સુધી (વર્તમાનકાળમાં ૯૧૦૦ કી.મી. સુધી) સદ્ગુરુની તપાસ કરવી પડે તો કરજો, આમ ૧૨ વર્ષ સુધી ૭00 યોજન સુધી સગુરુની શોધ માટે ફરવું પડે તો ફરજો. પણ ગમે તેને ગુરુ ન બનાવતા...”
મહોપાધ્યાય વિનયવિજયજી પણ કહે છે કે પરિદરીયો મુવિવેજી મતિ યો મતિન્દ્રમ' (શાંતસુધારસ-કરુણાભાવના) જે ગુરુ મંદબુદ્ધિવાળાઓને ભમાવે, ભરમાવે... એવા અવિવેકી ગુરુને છોડી દેવા જોઈએ...