________________
મહાવ્રતો
(૧) ચારિત્રધર્મને દગો દેવો છે ?
સાધુ વેષ પકડી રાખી સાધુતાને કલંકભૂત જીવન જીવવું છે ? હજારો મુગ્ધ લોકોને ઠગવાનું ઘોર પાપ બાંધવું છે ? કે પછી,
(૨) ચારિત્રધર્મની વફાદારી પકડી રાખીને ખૂંખાર યુદ્ધ ખેલવું છે ? જીવનમાં લાગતા દોષોની શુદ્ધતમ આલોચના કરવી છે, એ પછી પ્રાયશ્ચિત્ત અને અકરણનિયમના આરાધક બનવું છે ?
જો પહેલો વિકલ્પ સ્વીકારશું તો એનો અંજામ સ્પષ્ટ છે, અનંત સંસાર ! જો બીજો વિકલ્પ સ્વીકારશું તો એનો અંજામ સ્પષ્ટ છે, અંતે વિજય ! મોક્ષ ! જો પહેલો વિકલ્પ જ ગમતો હોય, મોહરાજના પ્રલોભનો છોડવા ન હોય તો પછી હવે કશું જ કહેવાનું રહેતું નથી.
પણ જો એ પ્રલોભનોની પાછળ પડેલો અનંત સંસારનો ભય નજરે દેખાતો હોય, અને એટલે જ ખુમારીપૂર્વક, લડાઈ કરી લેવાની, જખ્મો ખાઈને પણ વિજય મેળવવાની ભાવના ઉભરાતી હોય તો હવે નીચેની વાત ધ્યાન દઈને સાંભળો !
યુદ્ધે તો ચડી જ ગયા છીએ ! હવે એમાં નથી ઘરે પાછા જવું કે નથી મોહરાજને પરાધીન થઈ ચારિત્રધર્મને દગો દેવો. તીર્થંકરો ભગવંતો જેવું અપ્રતિમ પરાક્રમ પણ નથી... પણ હવે એ યુદ્ધ કેવી રીતે લડવું એ માટેની વ્યૂહરચના બરાબર સમજી લઈએ. આપણે હવે એમ સમજીને જ ચાલીએ છીએ કે આ યુદ્ધમાં આપણને ઘણા બધા ઘા લાગવાના તો છે જ. પણ આપણે આલોચના - પ્રાયશ્ચિત્ત- અકરણનિયમાદિરૂપ સંજીવની ઔષધિ સાથે જ રાખી છે, એના દ્વારા એ ઘાને રુઝવતા જવાના છે અને યુદ્ધ ચાલુ રાખવાનું છે.
ઘા - દોષો ન લાગે એ માટેનો પ્રયત્ન ચોક્કસ કરશું, છતાં ઘા લાગવાની અને ઘા લાગ્યા પછી મલમપટ્ટા કરવાની તૈયારી પણ એટલી જ રાખશું.
બસ,
આવા યુદ્ધવીર, લડવૈયા સંયમીઓ માટે હવેનું લખાણ છે.
આ લખાણમાં આ સંયમીઓને આ બધી માહિતી આપવી છે કે
૧.કરેમિ ભંતે ! સુત્ર રૂપી પ્રતિજ્ઞાનો વાસ્તવિક અર્થ શું ? ૨.એ સૂત્રના જ વિસ્તાર રૂપી પાંચ મહાવ્રતોનો વાસ્તવિક અર્થ શું ? ૩.આમાં ક્યા ક્યા સ્થાને મોહરાજ આપણને પરેશાન કરી શકે છે ? ૪.આમાં આપણને આપણા જ લાગે એવા મોહરાજના જાસુસો = છૂપી પોલીસો
કોણ ?
૨૪
****
***