________________
યુદ્ધતી ઘોષણા ..
એ બીજા ! આ મુનિઓ તો જોરદાર લડવૈયા ! લડવું એ જ એમનો સ્વભાવ તો મલમુપટ્ટા કરે, પાછા ચડે રણમેદાને !
આ રીતે ઘાયલ થતા થતા પણ અંતે તો વિજય મેળવીને જ જંપે. આશય એ છે કે,
ચારિત્રજીવનમાં કર્મોના વિચિત્ર વિપાકોના કારણે, કુસંસ્કારોના કારણે, આજુબાજુના નિમિત્તોના કારણે આત્મિક દોષો ઊભા થઈ જાય.
=
આહા૨સંજ્ઞા તીવ્રતમ બનવાથી આધાકર્મી વાપરવાના વિચારો પણ આવી જાય, સ્વચ્છતા માઝા મૂકે ત્યારે ગમે તેને શિષ્ય બનાવવાની લાલસા પણ પ્રગટી જાય, પ્રમાદ સીમાતીત બને ત્યારે આઠ - દસ કલાક ઉંઘ્યા કરવાની કુટેવ સેવાઈ જાય, વેદોદય હદ વટાવે તો વિચિત્ર પ્રકારના વિકારો પણ જાગ્રત થઈ જાય, સ્વાર્થઘાત થાય, ત્યારે ક્રોધાવેશ શ્રીસંઘના સભ્યો ઉપર પણ જાગી જાય, અપમાન સહેવું પડે, ત્યારે ગુર્વાદિ પ્રત્યે પણ અરૂચિ જાગી જાય... આવું આવું ઘણું બધુ બની જાય.
આ તો ભાઈ !-યુદ્ધ છે યુદ્ધ !
...
એમાં શત્રુ તરફથી લાખો શસ્ત્રો છૂટવાના, એમાં ૨૫-૫૦-૧૦૦ શસ્ત્રો લાગી પણ જાય, એ કંઈ આશ્ચર્ય ન કહેવાય. યુદ્ધમાં આવું તો બનવાનું જ.
**
આ જ રીતે લડનારો એ મુનિ ચોક્કસ એક દિવસ વિજય પામે જ. સ્પષ્ટ ભાષામાં કહીએ તો,
તમામે તમામ જિનાજ્ઞાઓને બરાબર જાણવી.
ઘા લાગે
પણ એ વખતે એ સંયમી સદ્ગુરુ પાસે જાય, પોતાના દોષો વિસ્તારથી જણાવે, એનું પ્રાયશ્ચિત્ત લે, ફરી એ દોષ ન સેવાઈ જાય એ માટે તીવ્ર પ્રયત્ન કરે. કદાચ ફરી દોષ સેવાય, ફરી અલોચના ! ફરી પ્રાયશ્ચિત્ત ! દોષ નહિ સેવવા માટેનો દૃઢ પ્રયત્ન કરવાની તૈયારી!
શક્તિ પ્રમાણે બધી જિનાજ્ઞાઓ પાળવાનો દૃઢ પુરૂષાર્થ આદરવો. એમાં જ્યાં જ્યાં ભૂલો થાય, ત્યાં ગુરુને એ બધી ભૂલો જણાવવી. ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તે સ્વીકારવું, આદરવું.
એ પાપ ફરી ન થાય એ માટેનો પુન : દૃઢ સંકલ્પ અને પ્રયત્ન ! મોહરાજ સામે નમતું જોખવું એ કોઈપણ ભોગે ન પરવડે.
બોલો,
આપણી સામે માત્ર બે જ વિકલ્પ છે.
૨૩