________________
૨૫
લેખકના ઉરઠણે—અવતરણ સહજપણે સરી આવતાં અને તેમના કથન-વિવેચનને બરાબર બંધબેસતાં થઈ જતાં જણાય છે. પ્રાયઃ તેમણે આ અવતરણના સંદર્ભે સર્વત્ર આપ્યા છે. કોઈ કોઈ સ્થળે તેમનું સ્વતઃ ચિંતન જણાતું નિરૂપણ કોઈ પ્રસિદ્ધ અવતરણની રમૃતિ આપે છે. ઉદા. ૭૬મા પાના પરનું “આત્મા છે' ઇ. પટપદ્ શ્રીમદ્ રાજચંદ્રજીના “આત્મસિદ્ધિશાસ્ત્ર”ની નિમ્ન ગાથાનું જ સુંદર પ્રતિરૂપ જણાય છે –
આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ છે ભોક્તા, વળી મોક્ષ છે, મેક્ષ ઉપાય સુધર્મ.”
[ “આત્મસિદ્ધિશાસ્ત્ર” ગાથા ૪૩ ] અસ્તુ. “ભવ્ય ભક્તિસૂત્ર” શીર્ષક ૨૦ મા પ્રકરણમાં વિદ્વાન અને સ્વયં અનુભવી લેખકે ભકિતનું જૈનધર્મમાં કેટલું વિશાળ અને કેવું મહત્વનું સ્થાન છે, તે દર્શાવવા ઉપરાંત “જેનભક્તિને વેગની કેટિએ વિકાસ નહીં થયાના” આક્ષેપનું યુતિયુક્ત, તર્કપુર:સર, દાખલા-દલીલેથી સચોટ, જડબાતોડ નિરસન કર્યું છે. વાસ્તવમાં રત્નત્રયી જૈન સાધનાધારામાં જ્ઞાન, ક્રિયા સાથે દર્શન–ભક્તિનું સ્થાન સ્પષ્ટ જ છે; એટલું જ નહીં, એ સર્વાગ, સર્વપરિપ્રેક્ષ્યથી પૂર્ણ અને એવું તે સંતુલિત છે કે એટલું જ્ઞાન-ભક્તિ-કર્મક્રિયા સાથે જ વેગનું પણ સર્વાગ સંપૂર્ણ નિરૂપણ એક પૂર્ણ સાધનાનું સ્વરૂપ ભાગ્યે જ અન્ય કેઈ સાધનાધારામાં જોવા મળશે. સ્યાદ્વાદી, સર્વ અંગદશી જૈન સાધનાધારાની આ વિશેષતા છે. જૈનદર્શને ભકિતને
ગની કેરિએ અવશ્ય પહોંચાડી છે, આ મુદ્દાને સુસ્પષ્ટ કરતા લેખકના અત્યંત સત્ય વિવેચન ઉપરાંત આ વિષે “લેગસ્સ'ના જ અનુસંધાનમાં જૈન દર્શનની ભક્તિયોગની દિશાની સક્ષમતા અને સિદ્ધિ પર ઘણું ચિંતન, સંશોધન અને વિવેચન થઈ શકે છે. છેલ્લા હજાર વર્ષના કાળમાં જ, આચાર્ય હરિભદ્રસૂરિ (તેમનું યોગબિંદુ)