________________
૨૩
તળપદી ભાષાશૈલીથી તેમણે આમલાગસ જેવા મહાસૂત્રનું અનેકરૂપે, ચિંતન-મનનપૂર્વકનું, મૌલિક, વિવિધ વિવેચન કર્યું છે.
આ વિવિધતાથી વિષયવસ્તુની દૃઢતા અને પુષ્ટિ થઇ છે અને
"
લેખકને આશય સફળ થયા છે. ઉદાહરણાર્થ, વિશ્વ, બ્રહ્માંડ, સૃષ્ટિ,. જગત, દુનિયા, Universe, ઈ.ના પર્યાયવાચી ‘લાક ' શબ્દને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી થતા વ્યાપક, વિશાળ, વિશ્લેષણ-પૂર્વકના ઉપાદેય અં તેમણે સ્પષ્ટ કરીને નવું દઢતાભર્યું પણ મૌલિક ચિંતન મૂકયુ છે. આચાર્યં હરિભદ્રસૂરિ જેવા ધર્મધુરંધર તત્ત્વદાઓના અને અન્ય શાસ્ત્રોના શાસ્ત્રીય વિવેચના આ લેાક' શબ્દને જેરીતે સ્પષ્ટ કરતા હોય ( પંચાસ્તિકાયાદિ ) તેથી મૌલિકરૂપે અન્ય નવા જ દૃષ્ટિકોણ લેખક અહીં મૂકતા હોવા છતાં તે શાસ્ત્રીય અની સીમાને ઉલ્લંઘતા નથી, એ તેમની વિશેષતા કહેવી જોઈએ. આ જ રીતે ‘જિન,’· અરિહંત 'ઈ. શબ્દો પરનું અનેક પાસાંઓવાળુ’, કયાંક મૌલિક અને છતાં તાત્ત્વિક, સમુચિત, યથાથ અંઘટનવાળુ લેખકનુ. વિવેચન ધ્યાન ખેંચે છે. લોગસ્સના અક્ષરદેહમાં છંદો, ઉત્થાપનિકાઓ, વગેરે દ્વારા લેખકે જે ‘વિદ્યુત' ઈ. અદ્ભુત ગાથા સકલના રજૂ કરી છે, તે લોગસ્સના ત્રણ મુખ્ય વિભાગો (વિષયનિર્દેશ, ભાવવંદના, પ્રણિધાન–ગાથાત્રિક) દ્વારા પુસ્તકના (લોગસ્સ એ ભક્તિવાદ હેાવા વિષેના ) વિષય અને શિર્ષકને સિદ્ધ કરે છે.
આ પછી લાગસ્સના અપ્રકાશ, અજ્ઞાનનાં પ્રકરણામાં અ પ્રકાશ પામવાની પદ્ધતિ, સાપેક્ષવાદના સિદ્ધાંત, સામાની દૃષ્ટિના સ્યાદ્વાદપૂર્ણ સ્વીકાર, “ જ ” કારના આગ્રહી વલણના પરિત્યાગ, ઇત્યાદિ ભારે પ્રેરક બન્યાં છે. આ ઉપક્રમમાં લેખક જ્ઞાનપ્રાપ્તિ પછી વાપ્રવર્તનની આવશ્યકતાને, ચતુર્વિધ શ્રી સંઘના ધર્માંતી પણા અ ંગે શ્રદ્ધાને, દાન-શીલ-તપ-ભાવની ઉપાદેયતાને કુશળપણે સુદૃઢ. કરે છે.