________________
૨૨
માટે પણ આ ગ્રંથમાં રહેલાં અનેક ઉપયોગી, ઉપાદેય રહસ્ય–દર્શને સ્પષ્ટ થયાં.
જરા ય અતિશયોક્તિ કે પક્ષપાત વિના કહેવું જોઈએ કેપંડિતશ્રીએ પિતાની બહુમુખી પ્રતિભા અને સાધનાના પ્રતિફલનરૂપે સર્જેલા સાડાત્રણ ઉપરાંતના પુસ્તક-પુસ્તિકાઓમાં “લોગસ્સ મહાસૂત્ર”ને આ ગ્રંથ અને ઉમેરે કરે છે. એમ લાગે છે કે આ ગ્રંથના સર્જન વિના એમની રચનાઓમાં એક મહત્ત્વનું અંગ ઊણું રહી જાત. કારણ સ્પષ્ટ છે—કાલેકના અધીશ્વર-સર્વ જિનેશ્વરેના ગુણકીર્તન-ભક્તિવંદનનાં સર્વસ્પર્શ, સર્વાગ સમર્થ રહસ્ય અને પ્રભાવને સાચા અર્થમાં સમજવાની અને પછી તેમની જ્ઞાન, વિવેક અને ભાવભરી ભક્તિ અપનાવવાની આવશ્યકતા આજે જૈનસમાજમાં નાનીસૂની નથી. પંડિતવર્ય શ્રી ધીરજલાલભાઈએ એની ઠીક સમયે પૂર્તિ કરી છે.
ગ્રંથલેખનને આશય અને સાર્થક્ય બતાવતાં તેઓશ્રી સ્પષ્ટ કરે છે કે, “લેગસ્સસૂત્રને પવિત્ર પ્રકાશ ઘર ઘર પહોંચે અને હજાર હૈયાને ઉજ્જવળ બનાવી જિનભક્તિ રસામૃતમાં તરબોળ બનાવે. ગ્રંથલેખનનું સાર્થકય આથી બીજું કયું હોઈ શકે ? ” આગળ ઉપર આ ઉત્કટ આશયને તેમણે વિશેષ સ્પષ્ટ કર્યો છે ? “અમારે તે પાઠકમિત્રોના અંતરમાં લેગસ્સસૂત્રની પ્રતિષ્ઠા કરવી છે અને તે વિશેષ વિચારણા કે વિશદ વિવેચન વિના થઈ શકે એમ નથી, એટલે તેને આશ્રય લેવા તત્પર થયા છીએ.”
આવા ઉદાત્ત અને વિસ્તૃત વિવેચનને મૌલિક અનુશીલન–પૂર્વક રજૂ કરતાં લેખક તેને અનેક દષ્ટિકોણથી, અનેક પ્રકારે, અનેક વિષયો દ્વારા સમૃદ્ધ કરે છે. આ વિષય-વૈવિધ્યમાં દર્શન, ગણિતભાષા-સાહિત્ય, છંદ–અલંકાર, વિજ્ઞાન, ગ, તર્ક, ન્યાય, ઈ. અનેક વિષોને સમાવેશ થઈ જાય છે. દષ્ટા-કહેવતો ભરી, સરળ, શુદ્ધ,