________________
સેકસ મશીન ટુલ્સ નામની ફેકટરી શરૂ કરી અને આજે ઉદ્યોગક્ષેત્રે દેશના વિકાસમાં પ્રશંસનીય ફાળો આપી રહેલ છે.
શ્રી નંદલાલભાઈએ વ્યવસાય-વિકાસની સાથે સામાજિક અને ધાર્મિકક્ષેત્રે પોતાની સેવાઓ ચાલુ રાખી છે. તેઓ દશ વર્ષ સુધી માટુંગા જેન સ્વયંસેવક મંડળના પ્રમુખપદે રહ્યા છે. શ્રી અમરેલી. જૈન વિદ્યાથીગૃહના વિકાસમાં તેઓશ્રીને મહત્ત્વને ફાળો છે અને તેના મકાનનું શિલારોપણ તેમના હાથે થયેલું છે. તેઓ જૈન આધ્યાત્મિક શિક્ષાયતન સમિતિના મેનેજીંગ ટ્રસ્ટી અને જૈન ધાર્મિક શિક્ષણ સંસાયટીના ટ્રસ્ટી છે. જુહુના જૈન સમાજમાં તેઓ અગ્રસ્થાન ભોગવે છે. - શ્રી નંદલાલભાઈના ધર્મપત્ની શ્રી ધીરજબહેન અત્યંત ધર્મનિષ્ઠ અને સેવાભાવી છે. જુહુને તેમને “નંદનવન' બંગલે અનેક અતિથિઓના સત્કારગૃહ જેવો છે. તેઓ જૈનમહિલામંડળ-જુહુના પ્રમુખ છે. થોડા જ વખત પહેલાં રાજકોટમાં તેમના નામથી શ્રાવિકાને સુંદર ઉપાશ્રય બંધાયેલ છે.
શ્રી નંદલાલભાઈને ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓ છે. તે બધાને શિક્ષણ અને સંસ્કારની સાત્વિક મૂડી પ્રાપ્ત થયેલી છે.
શ્રી નંદલાલભાઈ વર્ષોથી અમારી સાહિત્ય-સર્જન-પ્રચારની પ્રવૃત્તિમાં રસ લઈ રહેલ છે. તેઓ આ સમારોહના અતિથિવિશેષ તરીકે પધારતાં અમે આનંદવિભેર બન્યા છીએ.