________________
સમારેહના અતિથિવિશેષ
શ્રીમાન નંદલાલ રૂપચંદ શાહ માનવજીવનને સલ કરનારા મહાનુભાવોમાં શ્રી નંદલાલ રૂ૫ચંદ શાહનું નામ સહેજે મૂકી શકાય એવું છે, કારણ કે તેમણે સામાન્ય સ્થિતિમાંથી આગળ વધીને સામાજિક, વ્યાપારી તથા ઉદ્યોગક્ષેત્રે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સૌરાષ્ટ્રનું સમઢિયાળા ગામ એ તેમની જન્મભૂમિ. રાષ્ટ્રપ્રેમી શ્રી વીરચંદ પાનાચંદ શાહની સ્મૃતિમાં તેને વીરનગરનું નામ પ્રાપ્ત થયેલું છે. શ્રી વીરચંદભાઈને વડીલ બંધુ શ્રી રૂપચંદભાઈને ત્યાં ઈ. સ. ૧૯૧૫માં તેમને જન્મ થયો. તેમની માતાનું નામ જડાવબહેન, શ્રી નંદલાલભાઈએ ચાર ગુજરાતી સુધીનું શિક્ષણ સમઢીઆળામાં લીધું અને વિશેષ અભ્યાસ મુંબઈ, ભાવનગર, પાલીતાણા તથા લીંબડી જૈન વિદ્યાથીગૃહમાં રહીને કર્યો. વ્યાયામ અને રમતગમત તેમના પ્રિય વિષય હતા. તરવાનું તેમને ખૂબ જ ગમતું, રાષ્ટ્રસેવાનો રંગ તેમને નાનપણથી જ લાગ્યું હતું. એ રંગ સને ૧૯૩૦ની સ્વાતંત્ર્યની લાઈમાં પરાકાષ્ટાએ પહશે. તેઓ એ લડતના એક અદના સિપાઈ બન્યા અને અનેકવિધ યાતનાઓ સહન કરી. - વીસ વર્ષની યુવાનવયે તેઓ વ્યવસાયમાં પડ્યા. પ્રથમ ગંડળમાં *મહારાજા સાપ ફેકટરી” ખેલી ત્યાં હરિજન સેવકસંઘના મંત્રી ' તરીકે પણ નોંધપાત્ર કાર્ય કર્યું. તે પછી કરાંચી ગયા અને સને ૧૯૪૮માં મુંબઈ આવી સ્થિર થયા. અનુક્રમે કેલિક ઈન્ડસ્ટ્રીઅલ એજીનીયર્સના મેનેજીંગ પાર્ટનર તરીકે જોડાયા. ઉપરાંત રાજકોટમાં