________________
ગાથા : ૩-૪
પાંચમો કર્મગ્રંથ
૧૯
કારણે જ “પોતાનો બંધહેતુ હોવા છતાં વૈકલ્પિક બંધવાળી” છે. તેથી આ છાસઠ પ્રકૃતિઓ અધુવબંધી જાણવી.
પ્રશ્ન :- “વત્થહેતુસવૅsfપ નિયતવન્યવત્ત્વમ્ મધુવવશ્વનાં નૈક્ષણિ” બંધનો હેતુ હોવા છતાં પણ અનિયતબંધવાળાપણું આ અધુવબંધીનું લક્ષણ છે. ત્યાં એક પ્રશ્ન થાય છે કે (૧) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર મૂળ બંધહેતુમાંનો કોઇપણ એકાદ બંધહેતુ હોવા છતાં જે અનિયતબંધવાળી હોય તે પ્રકૃતિ અવબંધી કહેવાય કે (૨) “પડિણીયzણ” ઈત્યાદિ પ્રથમ કર્મગ્રંથ ગાથા-૫૪ આદિમાં તથા તત્ત્વાર્થાધિગમના છઠ્ઠા-અધ્યાયના સૂત્ર ૬/૧૧ આદિમાં કહેલા પોતપોતાના નિશ્ચિત બંધહેતુ હોતે છતે અનિયત બંધવાળી હોય તે અધૂવબંધી કહેવાય?
બન્ને પક્ષમાંથી કોઇપણ પક્ષ લેવામાં આવે તો દોષ જ દેખાય છે. તે આ પ્રમાણે-જો પ્રથમપક્ષ કહીએ એટલે કે “ચાર મૂળ બંધ હેતુમાંથી કોઈપણ એક બંધહેતુ હોતે છતે અનિયતબંધવાળાપણું” આ લક્ષણ જો અધુવબંધીનું કરીએ તો આ લક્ષણ ૪૭ ધ્રુવબંધીમાં પણ જતું હોવાથી “અતિવ્યાપ્તિ” દોષ આવે છે. કારણ કે મિથ્યાત્વાદિ મૂળ ચાર બંધહેતુમાંના કેટલાક બંધહેતુઓ એકથી દસ ગુણસ્થાનકોમાં છે. ત્યાં ૪૭ પ્રકૃતિઓ બંધાય છે. પરંતુ અગિયારમે-બારમે-અને તેરમે ગુણઠાણે આ ચાર મૂળબંધહેતુમાંનો જ એક યોગ બંધહેતુ છે. છતાં સુડતાલીસમાંથી એક પણ પ્રકૃતિ બંધાતી નથી. આ પ્રમાણે દસ ગુણઠાણા સુધી યથાયોગ્ય બંધવાળી, અને અગિયાર આદિ ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં અબંધવાળી થવાથી સુડતાલીસે પ્રકૃતિઓ અનિયત-બંધવાળી થઈ. તેથી અધુવબંધીનું લક્ષણ ધ્રુવબંધીમાં ગયું, જેથી અતિવ્યાપ્તિદોષ આવ્યો. અને જો બીજો પક્ષ કહીએ તો અધુવબંધીનું લક્ષણ અધુવબંધીમાં જ ઘટતું નથી. તેથી અસંભવદોષ આવે છે. કારણ કે પ્રથમકર્મગ્રંથની પ૪મી ગાથા આદિમાં કહેલ ઉત્તરબંધહેતુ હોય અને તે તે પ્રકૃતિ ન બંધાય એવું બનવું શક્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org