________________
ગાથા : પ૩-૫૪
પાંચમો કર્મગ્રંથ
૨૨૧
આત્મપ્રદેશોનો સમુદાય. તે જ આત્મામાં તે જ કાળે અસંખ્ય લોકાકાશથી પણ એક વીર્યાવિભાગ અધિક એટલે કે કલ્પનાથી એક લાખ અને એક (૧૦૦૦૦૧) વીર્યાવિભાગવાળા પણ અસંખ્ય આત્મપ્રદેશો હોય છે. તે પ્રદેશોનો સમુદાય તે યોગની બીજી વર્ગણા.. એમ એક એક વીર્યાવિભાગની વૃદ્ધિવાળા અને માંહોમાંહે સમાન વીર્યાવિભાગવાળા અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશોના સમુદાયને વર્ગણા કહેતાં કહેતાં ત્યાં સુધી જવું કે એક સૂચિશ્રેણીનો અસંખ્યાતમો ભાગ થાય. ક્રમસર સતતપણે થયેલી તે વર્ગણાઓના સમુદાયને એક સ્પર્ધક કહેવાય છે. અસત્કલ્પનાએ ૧,૦૦,૦૦૦ વીર્યાવિભાગવાળા આત્મપ્રદેશોની જેમ ૧ વર્ગણા થાય છે તેમ ૧,૦૦,૦૦૧ થી ૧,૦૦,૦૨૫ વીર્યાવિભાગવાળા અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશોના સમુદાયરૂપે ક્રમશઃ બીજી પણ ૨૫ વર્ગણાઓ થાય છે. જે સૂચિ શ્રેણીના અસંખ્યાતમા ભાગરૂપ છે. તે ક્રમસર થયેલી ૨૬ વર્ગણાઓનો સમુદાય તેને એક સ્પર્ધક કહેવાય છે. તેનાથી એક અધિક (અર્થાત્ કલ્પનાથી ૧,૦૦,૦૨૬) વીર્યાવિભાગવાળા આત્મપ્રદેશો તે જીવમાં હોતા નથી. ૧,૦૦,૦૨૭, ૧,૦૦,૦૨૮ આદિ વીર્યાવિભાગવાળા આત્મપ્રદેશો તે જીવમાં હોતા નથી. આંતરું પડે છે. પરંતુ તેમાં અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણની સંખ્યા ઉમેરો ત્યાં સુધી એટલે કે ૨૦૦૦૦૦ બે લાખ સુધીના વર્યાવિભાગવાળા આત્મપ્રદેશો મળતા નથી. પરંતુ તેનાથી ૧ અધિક કરીએ તો તેટલા વીર્યાવિભાગવાળા આત્મપ્રદેશો તે જીવમાં હોય છે. તે આત્મપ્રદેશોનો સમુદાય તે બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા એમ સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગ પ્રમાણ બીજી વર્ગણાઓ થાય છે. તે વર્ગણાઓના સમુદાયને બીજું સ્પર્ધક કહેવાય છે. આવા પ્રકારના સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગ જેટલા સ્પર્ધકો તે સૂક્ષ્મનિગોદજીવના ઉત્પત્તિના પ્રથમસમયવર્તી વીર્યનાં થાય છે. આ થયેલ અસંખ્ય સ્પર્ધકોનો જે સમુદાય તે એક યોગસ્થાન કહેવાય છે. કે જે યોગસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org