________________
ગાથા : ૮૪
પાંચમો કર્મગ્રંથ
૩૬૩
તેથી આ પ્રમાણે સાસ્વાદનનો વિરહકાળ અંતર્મુહૂર્ત પણ હોઇ શકે છે. પરંતુ આ ઉપશમસમ્યક્ત માત્ર મનુષ્યભવમાં પ્રાપ્ત થતું હોવાથી અતિશય અલ્પવિષયવાળું હોવાથી અહીં તેની વિરક્ષા કરી નથી. પરંતુ અનાદિ મિથ્યાત્વી જીવો જે ચારે ગતિમાં વર્તનારા છે. અને ત્રણ કરણો તથા અંતરકરણ કરવાપૂર્વક અનેકવાર શ્રેણી વિનાનું ઉપશમ પામે છે. અને પડીને વારંવાર સાસ્વાદને આવે છે. તેવા ચતુર્ગતિવર્તી જીવોની અપેક્ષાએ જ આ વિરહકાળની વિચારણા કરેલી છે. સ્વોપજ્ઞા ટીકમાં કહ્યું છે કે -
नन्वेकदोपशमश्रेणेः प्रतिपतितः सास्वादनभावमनुभूय यदा पुनरप्यन्तर्मुहूर्तेनैतामेवोशमश्रेणिं प्रतिपद्य ततः प्रतिपतितः सास्वादनभावं लभते, तदा जघन्यतोऽल्पमेवान्तरं लभ्यते, तत्किमिति पल्योपमासंख्येयभागो जघन्यमन्तरमित्युक्तम् ? सत्यम्, उपशमश्रेणेः प्रतिपतितो यः सास्वादनत्वं गच्छति स केवलं मनुजगतिभावित्वेनाल्पत्वान्नेह विवक्षित इतीतरस्यैव प्रभूतस्य चतुर्गतिवर्तित्वादन्तरालचिन्तेति ॥
ઉપરોક્ત શાસ્ત્રપાઠોથી જણાય છે કે મનુષ્યગતિ માત્રમાં જ લભ્ય એવા ઉપશમશ્રેણી સંબંધી ઉપશમસમ્યક્તને આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્તનો પણ વિરહકાળ હોઈ શકે છે તથા શ્રેણી વિનાનું અને ચારે ગતિમાં લભ્ય એવું ઉપશમસમ્પર્વ અનાદિમિથ્યાત્વી અથવા ઉદ્ધલિત સમ્યક્ત-મિશ્રપૂજવાળો જીવ અનેકવાર ઉપશમ પામી શકે છે અને અનેકવાર સાસ્વાદને આવી શકે છે તેથી શાસ્ત્રોમાં પાંચવાર જ ઉપશમસમ્યક્ત આવે એવી જ ઘોષણા છે. તે શ્રેણી વિનાના ઉપશમને જાતિ આશ્રયી એક વાર લેવાથી સમજવી. આ પ્રમાણે સાસ્વાદનનો વિરહકાળ જઘન્યથી પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હોય છે. તે સમજાવ્યું.
રઅંતર ટુર્સ = અહીં ઈતર શબ્દથી બાકીનાં ગુણસ્થાનકો એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનક તથા મિશ્રાદિ ગુણસ્થાનકો લેવાં. તેમાં પણ ક્ષીણમોહ, સયોગીકેવલી અને અયોગીકેવલી ગુણસ્થાનકો ફક્ત
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org