________________
પાંચમો કર્મગ્રંથ
જેટલા કાળમાં ગૃહીત થઇ જાય. તેટલા કાળનું નામ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત કહેવાય છે.
३७८
ઉપરોક્ત અર્થ પ્રમાણે આ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત સાત પ્રકારનું બને છે (૧) સમસ્ત પુદ્ગલાસ્તિકાય માત્ર ઔદારિક શરીર રૂપે જ જેટલા કાળમાં ગૃહીત થઇ જાય. તેટલા કાળનું નામ સૂક્ષ્મ ગૌરિ દ્રવ્ય પુાત્ત પરાવર્ત. (૨) સમસ્ત પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય ફક્ત વૈક્રિયશરીરરૂપે જ જેટલા કાળમાં ગૃહીત થઇ જાય તેટલા કાળનું નામ સૂક્ષ્મવૈયિદ્રવ્ય પુઃ પરાવર્ત. (૩) સમસ્ત પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય ફક્ત તૈજસશરીરરૂપે જ જેટલા કાળમાં ગૃહીત થઇ જાય તેટલા કાળનું નામ સૂક્ષ્મતઽસદ્રવ્ય પુા પરાવર્ત. આ જ નિયમ પ્રમાણે (૪) સૂક્ષ્મમાષાદ્રવ્ય પુઃ પરાવર્ત. (૫) સૂક્ષ્મઽાસદ્રવ્ય પુત્રાનપરાવર્ત, (૬) સૂક્ષ્મમન:દ્રવ્ય પુર્વાનપરાવર્ત, અને (૭) સૂક્ષ્માર્મ દ્રવ્ય પુત્પાત પરાવર્ત એમ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત સાત જાતનાં થાય છે.
ગાથા : ૮૭
ઔદારિક વૈક્રિય તૈજસ ભાષા ઉચ્છ્વાસ મન અને કાર્યણમાંથી જેની ભવોભવમાં વધારે પ્રાપ્તિ થાય. તેમાં કાળ ઓછો લાગે, અને જેની પ્રાપ્તિ વિલંબે વિલંબે થાય તેમાં કાળ અધિક લાગે. જેમ કે કાર્યણશરીરરૂપે પુદ્ગલોનું ગ્રહણ ભવોભવમાં હોય અને પ્રત્યેક ભવોમાં પણ પ્રતિસમયે હોય તેથી સમસ્ત પુદ્ગલાસ્તિકાયને કાર્યણ શરીરરૂપે ગ્રહણ કરીને પૂર્ણ કરતાં ઓછો કાળ લાગે (તો પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી તો ખરો જ.) અને વૈક્રિયશરીરરૂપે પુદ્ગલોનું ગ્રહણ માત્ર દેવ-નરકના ભવમાં જ થાય. એક-બે વાર વૈક્રિય રૂપે કેટલાંક પુદ્ગલો ગ્રહણ કરીને જો આ જીવ નિગોદાદિના ભવોમાં ચાલ્યો જાય તો વૈક્રિયશરીરરૂપે પુદ્ગલોના ગ્રહણનો મોટો વિરહ પણ પડી જાય. તેથી તે વૈક્રિયરૂપે સમસ્ત પુદ્ગલ ગ્રહણ કરવામાં અતિશય વધુ કાળ લાગે તેથી કાળ આશ્રયી અલ્પબહુત્વ આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org