________________
ગાથા : ૯૧
પાંચમો કર્મગ્રંથ
૩૯૫
पण अनियट्टी सुखगइ, नराउसुरसुभगतिगविउव्विदुगं । समचउरंसमसायं, वइरं मिच्छो व सम्मो वा ॥ ९१॥ (पञ्चानिवृत्तिस्सुखगतिनरायुस्सुरसौभाग्यत्रिकवैक्रियद्विकम् । समचतुरस्त्रमसातं वज्रं मिथ्यादृष्टिा सम्यग्दृष्टिर्वा ।। ९१ ॥)
| શબ્દાર્થ - પUT= પાંચ પ્રકૃતિઓને, નિયી = અનિવૃત્તિવાળો, મુઠ્ઠાડુંશુભવિહાયોગતિ, ૨/૩=મનુષ્પાયુષ્ય, સુરસુમતિ=દેવત્રિક અને સૌભાગ્યત્રિક, વિવ્રિ, વૈક્રિયદ્ધિક, સમવસરંસંસમચતુરસસંસ્થાન, મસાયં અસાતા વેદનીય, વટ્ટ=વજઋષભનારાને, મિચ્છ 4 સમો વા=મિથ્યાદષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિ. ૯૧
ગાથાર્થ – પુરુષવેદાદિ પાંચ પ્રકૃતિનો અનિવૃત્તિનાદર ગુણઠાણાવાળો જીવ, શુભવિહાયોગતિ, મનુષ્પાયુષ્ય, દેવત્રિક, સૌભાગ્યત્રિક, વૈક્રિયદ્ધિક, સમચતુરસસંસ્થાન, અસાતવેદનીય, અને વજઋષભનારાચસંઘયણ, એમ ૧૩ પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિ જીવ ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે. ૫ ૯૧ છે
વિવેચન - પુરુષવેદાદિ પાંચ-પુરુષવેદ તથા સંજવલન ક્રોધ, માન, માયા અને લોભ આ પાંચ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટપ્રદેશબંધ નવમા ગુણઠાણાવાળા જીવો કરે છે. કારણ કે ત્યાં ઉ યોગ પણ હોય છે. આયુષ્યકર્મ ન બંધાતું હોવાથી તેનો, તથા મોહનીયની આ પાંચ વિનાની બાકીની ૨૧ પ્રકૃતિઓ ન બંધાતી હોવાથી તેનો ભાગ પણ આ પાંચને જ મળે છે. તેથી આ પાંચનો ઉ.પ્ર. બંધ અહીં થાય છે.
પરંતુ એટલી વિશેષતા છે કે પુરુષવેદનો નવમા ગુણઠાણાના પહેલા ભાગે મોહનીયની પાંચ પ્રકૃતિનો બંધ કરતો હોય ત્યારે, સંજ્વલન ક્રોધનો નવમાના બીજા ભાગે મોહનીયની ચાર બાંધતો હોય ત્યારે, સંજ્વલન માનનો નવમાના ત્રીજા ભાગે મોહનીયની ત્રણ બાંધતો હોય ત્યારે, સંજ્વલન માયાનો નવમાના ચોથા ભાગે મોહનીયની બે બાંધતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org