________________
૪૫૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૯-૧૦૦
દ્વિતીયાસ્થિતિ બને છે. એમ સ્થિતિના બે ભાગ થઈ જાય છે. તેમાં ૧ સંજ્વલન કષાય અને ૧ વેદ એમ જે બે પ્રકૃતિઓનો ઉદય છે. તે બે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્તની અને શેષ ૧૧ પ્રકૃતિઓ અનુદયવતી હોવાથી તેમની પ્રથમા સ્થિતિ એક આવલિકાની હોય છે. ઉદયવતી ૨ પ્રકૃતિઓની પ્રથમાસ્થિતિ વિપાકોદય દ્વારા, અને અનુદયવતી ૧૧ પ્રકૃતિની પ્રથમસ્થિતિ સ્તિબુકસંક્રમ (પ્રદેશોદય) દ્વારા ભોગવીને ક્ષય કરે છે.
તેરે પ્રકૃતિઓના અંતરકરણમાંથી ઉમેરાતું કર્મદલિક તે કાલે જેનો બંધમાત્ર હોય તેનું બીજી સ્થિતિમાં, જેનો ઉદયમાત્ર હોય તેનું પ્રથમ સ્થિતિમાં, જેનો બંધ અને ઉદય બન્ને હોય તેનું બન્ને સ્થિતિમાં અને જેનો બંધ-ઉદય ન હોય તેનું કર્મદલિક પર પ્રકૃતિમાં સંક્રમાવીને ક્ષય કરે છે. હવે તે તેર પ્રકૃતિઓનું બીજી સ્થિતિગત જે કર્મદલિક છે. તેનો ક્ષય કેવી રીતે કરે ? તે (છઠ્ઠા કર્મગ્રંથની ટીકાના આધારે) જણાવીએ છીએ.
- સૌથી પ્રથમ નપુંસકવેદનું દ્વિતીય સ્થિતિમાં રહેલું જે દલિક છે. તેને એક અંતર્મુહૂર્ત સુધી ઉક્વલના સંક્રમ વડે ઘટાડી-ઘટાડીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિવાળું કરે છે. ત્યારબાદ બધ્યમાન પરપ્રકૃતિમાં ગુણસંક્રમ દ્વારા સંક્રમાવીને બીજા એક અંતર્મુહૂર્ત કાળે તે નપુંસકવેદની બીજી સ્થિતિનો સર્વથા ક્ષય કરે છે. ત્યાં જો નપુંસકવેદનો ઉદય હોય તો પ્રથમ સ્થિતિ ઉદય દ્વારા અને ઉદય ન હોય તો ઉદયવતી એવી પરપ્રકૃતિમાં સંક્રમાવવા દ્વારા ક્ષય કરે છે અને અંતરકરણગત દલિક તથા દ્વિતીય સ્થિતિગત દલિક હમણાં જ સમજાવ્યા પ્રમાણે ક્ષય કરીને નપુંસકવેદનો સર્વથા ક્ષય કરે છે. એટલે કે અંતરકરણનું દલિક જો ઉદય હોય તો પ્રથમ સ્થિતિમાં અને જો ઉદય ન હોય તો પરપ્રકૃતિમાં સમાવવા વડે ક્ષય કરે છે અને દ્વિતીય સ્થિતિગત દલિક પ્રથમ ઉદ્વલના સંક્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org