Book Title: Karmagrantha Part 5 Shataka Nama
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 509
________________ ૪૭૬ પાંચમો કર્મગ્રંથ ગાથા : ૯૯-૧૦૦ ૭ =દર્શનસપ્તકનો ક્ષય ક્ષાયિકસમ્યક્ત પામતાં ૪ થી ૭માં ૩ =આયુષ્યનો ક્ષય સંભવસત્તાને આશ્રયી ૭મા ગુણસ્થાનકે ૩૬ =પ્રકૃતિઓ ૧૬+૮+૮+૩ સંજવલનનો ક્ષય ૯ મા ગુણસ્થાનકે ૧ =સંજ્વલન લોભનો ક્ષય (સર્વથા ક્ષય) ૧૦મા ગુણસ્થાનકે. ૧૬ =જ્ઞાના. ૫, દર્શના. ૬ અને અંત. ૫, એમ ૧૨મા ગુણસ્થાનકે સોળનો ક્ષય. ૭૨ (૭૩) અનુદયવતી પ્રકૃતિઓની સત્તાનો ક્ષય ૧૪માના ઉપાજ્યસમયે ૧૩ (૧૨) ઉદયવતી પ્રકૃતિઓની સત્તાનો ક્ષય ૧૪માના ચરમ સમયે ૧૪૮ આ પ્રમાણે શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. શ્રીએ બનાવેલો આ શતક નામનો પંચમ કર્મગ્રંથ અહીં સમાપ્ત થાય છે. તેઓશ્રીએ આ કર્મગ્રંથ પોતાના આત્મસ્મરણાર્થે બનાવ્યો છે. કારણ કે કોઈપણ એક ગ્રંથ બનાવવામાં અનેકગ્રંથોનું અને મુખ્યત્વે આમાં આલેખાયેલા વિષયોનું વારંવાર અવલોકન અને સ્મરણ કરવું અનિવાર્ય બને છે. સ્વોપજ્ઞ ટીકા કર્મપ્રકૃતિની ટીકા તથા બીજા અનેક મહાત્મા પુરુષોનાં લખાયેલાં વિવેચનો તથા કમ્મપયડી અને પંચસંગ્રહને સામે રાખીને અમે આ વિવેચન લખ્યું છે. છતાં મતિદોષથી જે કંઈ ભૂલચૂક થઈ હોય તે બદલ ક્ષમા યાચીએ છીએ અને સુજ્ઞપુરુષો એવી ભૂલો અમને જલ્દી જણાવશો કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો કરી શકાય એવી નમ્રતાપૂર્વક વિનંતિ કરીએ છીએ. ૫૯૯-૧OOા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512