Book Title: Karmagrantha Part 5 Shataka Nama
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 508
________________ ગાથા : ૯૯-૧૦૦ પાંચમો કર્મગ્રંથ ૪૭૫ 100 (૧) પૂર્વપ્રથોડા = હિંચોળો વગેરે પદાર્થો પગ દ્વારા ચલાવ્યા પછી પગ લઈ લેવા છતાં પૂર્વપ્રયોગથી જેમ ચાલે છે તેમ આ જીવ અનાદિ કાળથી ભવભ્રમણમાં ચાલતો જ હતો. તે પૂર્વસંસ્કારથી સાતરાજ ગમન કરે છે. (૨) માંત્વિ = માટીના લેપવાળો ઘડો પાણીમાં ડૂબી જાય છે. પરંતુ માટીનો તે સંગ ચાલ્યો જવાથી ઘડો જેમ આપોઆપ ઉપર આવે છે તેમ કર્મના લેપવાળો આ જીવ સંસારમાં ડૂબે છે અને કર્મનો લેપ દૂર થતાં આ જ જીવ અસંગ પણાના કારણે ઉપર આવે છે. સાતરાજ ઊર્ધ્વગતિ કરે છે. (૪) વંધવિચ્છેદ્ર = જેમ પાંજરાના બંધનમાંથી છુટેલો વાઘ બંધનના વિચ્છેદથી ઉછળીને બહાર આવે છે. તેમ શરીરના બંધનમાંથી છુટેલો આ જીવ બંધનના વિયોગથી સ્વાભાવિકપણે સાત રાજ ઉપર જાય છે. પણ પોતાના પ્રયત્નવિશેષથી જાય છે. એમ ન જાણવું (૫) તથાતિવમાd = અજીવની જેમ નીચે જવાનો સહજ સ્વભાવ છે. તેમ જીવનો ઊર્ધ્વગતિ કરવાનો તેવા પ્રકારનો સહજ સ્વભાવ જ છે. પરંતુ બુદ્ધિપૂર્વક કે વિચારણાપૂર્વકના પ્રયત્ન રૂપ ઊર્ધ્વગતિ નથી. ઉપરોક્ત ચાર કારણોથી જીવ સાતરાજ ઉર્ધ્વગતિ કરે છે. આ ગતિ કરતાં માત્ર ૧ સમય જ કાળ થાય છે અને તે પણ આકાશપ્રદેશોની સમશ્રેણીએ જાય છે. જેટલા આકાશપ્રદેશોની અહીં અવગાહના હોય છે તેટલા જ પ્રદેશોને અવગાહતો અવગાહતો ઉપર જાય છે. ત્યાં જઈને પોતાના જ્ઞાનાદિ ગુણોની રમણતામાં જ વર્તે છે. આ આત્માનું સ્વરૂપ કર્મરહિત હોવાથી શુદ્ધ બુદ્ધ નિરંજનનિરાકાર પૂર્વભવના શરીરની અપેક્ષાએ ૨/૩ આત્માની અવગાહનાવાળો લોકાગ્રભાગસ્પર્શી અશરીરી, અરૂપી એવો આ જીવ છે. સ્વગુણરમણતા કરવી એ જ આ પરમાત્માનું સ્વરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512