________________
ગાથા : ૯૯-૧૦૦
પાંચમો કર્મગ્રંથ
४७3
જ ધ્યાન હોય છે. જુઓ તત્ત્વાર્થસૂત્ર. (૯-૨૭)આ પ્રમાણે તેરમા ગુણસ્થાનકના અન્તિમ સમયે યોગનો સર્વથા નિરોધ કરે છે. તેના કારણે કર્મબંધ સર્વથા વિરામ પામે છે. વેશ્યા રહિત બને છે. અને આત્મા અત્યન્ત સ્થિર-નિપ્રકંપ યોગરહિત અયોગી બને છે. ક્ષપકશ્રેણીનો આ બધો અધિકાર છઠ્ઠી કર્મગ્રંથના આધારે તથા કર્મપ્રકૃતિના અંતે આવતા સપ્તતિકામાં છેલ્લે ક્ષપકશ્રેણીનો જે અધિકાર પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ કૃત ટીકામાં છે. તેના આધારે લખેલ છે. તેથી આ લખાણના સાક્ષીપાઠો તે ટીકાઓમાં જોઈ લેવા.
અયોગી ગુણઠાણે ઉદયમાં ચાર અઘાતીની ૧૧ અથવા તીર્થંકર પરમાત્માને ૧૨ હોય છે. પરંતુ સત્તામાં ૮૦,૮૧,૮૪ અને ૮૫ પ્રકૃતિઓ હોય છે.
આત્માની આવા પ્રકારની યોગરહિત, કર્મબંધરહિત, લેગ્યારહિત, આશ્રવરહિત મેરૂપર્વત જેવી કે નિષ્પકંપ સ્થિર અવસ્થા તે જ ચૌદમું ગુણસ્થાનક છે. તે ગુણસ્થાનકને અયોગી ગુણસ્થાનક કહેવાય છે. તથા સર્વથા બંધ વિરામ પામ્યો હોવાથી અબંધક અથવા સર્વથા અનાશ્રવભાવ પણ કહેવાય છે. તથા મેરૂપર્વત જેવો આત્મા સ્થિર થયેલ હોવાથી શૈલેશી અવસ્થા પણ કહેવાય છે. કર્મો આવવાનું બંધ થયેલ હોવાથી સર્વસંવરભાવ પણ કહેવાય છે.
અહીં વ્યછિનક્રિયા પ્રતિપાતી" નામનો શુક્લધ્યાનનો ચોથો પાયો હોય છે. પાંચ હ્રસ્વ સ્વરોનું ઉચ્ચારણ કરીએ તેટલો કાળ આ ગુણસ્થાનકનો હોય છે. બાકી રહેલાં ચારે અઘાતી કર્મોને તથા તેની ઉત્તરપ્રકૃતિઓને (સાતા-અસાતામાંથી ૧, ઉચ્ચગોત્ર, મનુષ્યાયુષ્ય અને નામકર્મની સ્વર-ઉચ્છવાસનો નિરોધ થયો હોવાથી ૮ અથવા જિનનામ સહિત ૯ એમ કુલ ૧૧ અથવા ૧૨ પ્રકૃતિઓને) ઉદયમાત્રથી ભોગવતો ભોગવતો જીવ ચૌદમા ગુણસ્થાનકના ઉપાજ્યસમય સુધી જાય છે. અહીં યોગ ન હોવાથી ઉદીરણા હોતી જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org