________________
૪૭૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૯-૧૦૦
હોતો નથી તેઓને સમુઘાત વિના હવે પછી યોગનિરોધ કરવાનો હોય છે. યોગ હોતે છતે સાતવેદનીયનો બંધ (આશ્રવ) ચાલુ છે. તે રોકવા માટે અને સર્વસંવરભાવ, શૈલેશીઅવસ્થા મેળવવા માટે યોગનિરોધ કરે છે.
બાદર કાયયોગના આલંબનથી બાદર વચનયોગને અટકાવે છે. ત્યારબાદ બાદર કાયયોગના આલંબનથી બાદર મનયોગને અટકાવે છે. ત્યારબાદ બાદર કાયયોગના આલંબનથી શ્વાસોચ્છવાસને અટકાવે છે. ત્યારબાદ સૂક્ષ્મકાયયોગના આલંબનથી (અહીં કેટલાક આચાર્યોના મતે બાદર કાયયોગના આલંબનથી) બાદર કાયયોગને અટકાવે છે. આ પ્રક્રિયા ચાલતી હોય છે. ત્યારે જ બાદર યોગમાં રહેલા વીર્યનાં સ્પર્ધકોમાંથી કરણવીર્ય હીન હીન કરીને હીનવીર્યવાળાં અપૂર્વ સ્પર્ધકો બનાવે છે. ત્યારબાદ તે જ અપૂર્વસ્પર્ધકોમાંથી ઘણા ઘણા કરણવીર્ય (પ્રવર્તમાન વીર્ય)ને હણી હણીને વર્ગણાના ક્રમને તોડીને યોગની કિઠ્ઠિઓ બનાવે છે. જેને સૂક્ષ્મયોગ કહેવાય છે.
ત્યારપછી સૂક્ષ્મકાયયોગના આલંબનથી સૂક્ષ્મવચનયોગનો, પછી સૂક્ષ્મમનયોગનો અને અન્તિમકાળે સૂક્ષ્મકાયયોગનો પણ વિરોધ કરે છે. જ્યારે સૂક્ષ્મકાયયોગનો નિરોધ કરાતો હોય ત્યારે શરીરની જે લંબાઇ-પહોળાઈ અને ઊંચાઈ છે તેને અનુસારે જ તે કાળે આત્માની પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય છે. તેમાંથી શરીરને યથાવત્ રાખીને માત્ર આત્માના જ પોલાણભાગો પૂરીને માત્ર આત્માને ઘનીભૂત કરે છે. જેથી આત્માની લંબાઇ-પહોળાઈ અને ઊંચાઈ જે છે. તેમાંથી ૧/૩ એક તૃતીયાંશ ભાગ ન્યૂન થાય છે અને ૨/૩ બે તૃતીયાંશ માત્ર રહે છે. તથા અહીં શુક્લધ્યાનનો “સૂમક્રિયા અપ્રતિપાતી”નામનો ત્રીજો પાયો આવે છે. અહીં ધ્યાનનો અર્થઆત્મપ્રદેશોની સ્થિરતા એવો અર્થ કરવો. છપ્રસ્થમાં જેમ ચિત્તની સ્થિરતાને ધ્યાન કહેવાય છે. તેમ કેવલી પરમાત્મામાં “યોગનિરોધને'' એટલે કે યોગ દ્વારા થતી આત્મપ્રદેશોની અસ્થિરતાને અટકાવવી તેને ધ્યાન કહેવાય છે. તેથી જ કેવલી પરમાત્માને યોગનિરોધ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org