________________
ગાથા : ૯૯-૧૦૦
પાંચમો કર્મગ્રંથ
૪૭૧
કેવલી સમુઘાતની ઉપરોક્ત પ્રક્રિયાના પ્રભાવથી જ નામ ગોત્ર અને વેદનીય કર્મોની સ્થિતિઘાત અને રસઘાત કરવા દ્વારા ઘણો ઘણો નાશ થાય છે. સમુઘાતના પ્રવેશ સમયે આ ત્રણ કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સત્તામાં હોય છે. રસ અનંતો હોય છે. સ્થિતિના અસંખ્યાતા ભાગ કરી એક ભાગ રાખી અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. રસના અનંતા ભાગ કરી એક ભાગ રાખી અનંતા ભાગોનો નાશ કરે છે. આ પ્રક્રિયા માત્ર પ્રથમના એકસમયમાં જ કરે છે એ જ રીતે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સમયે એક એક સમયમાં સ્થિતિના અસંખ્યાતભાગો કરી એક ભાગ રાખી અસંખ્યાતાનો નાશ કરે છે. અને રસના અનંતા ભાગો કરી એક ભાગ રાખી અનંતા ભાગોનો નાશ કરે છે.
એમ કરતાં આ ત્રણ કર્મોની સ્થિતિ આયુષ્યકર્મ કરતાં જે અસંખ્યાતગુણ હતી. તે પાંચમા સમયે સંખ્યાતગુણ થાય છે. તેથી પાંચમા સમયે સ્થિતિના અસંખ્યાતા ભાગ ન કરે પરંતુ સંખ્યાતા ભાગ કરી એક ભાગ રાખીને સંખ્યાના ભાગોનો નાશ કરે છે. પાંચ સમય સુધી એક એક સમયના સ્થિતિઘાત, રસઘાત થાય છે. તે એક સામયિક કંડક કહેવાય છે. અને છઠ્ઠા સમયથી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સ્થિતિઘાત રસઘાત થાય છે. તે બધા આન્તર્મોર્તિક કંડક કહેવાય છે. ત્યાં સ્થિતિના સંખ્યાત ભાગો અને રસના અનંતા ભાગો કરીને એક એક ભાગ રાખી બાકીના ભાગોને ખપાવે છે. એમ યાવત્ તેરમાના ચરમસમય સુધી કરે છે. આ સર્વે પ્રક્રિયામાં કેવલી સમુઘાતનો અપૂર્વ પ્રભાવ જ કારણ છે. કર્મપ્રકૃતિમાં સત્તા પ્રકરણમાં આ અધિકાર છે. ત્યાં કહ્યું છે
સમુહુયાતમહાભ્યમેતત્ તેથી આમ જ સમજવું. અહીં અન્ય કોઈ તર્ક લગાડવો નહીં.
જેઓને કેવલી સમુઘાત કરવાનો હોય છે તેઓને કેવલી સમુદ્યાત પૂર્ણ થયા પછી અને જે આત્માઓને આ સમુઘાત કરવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org