________________
kથા : ૯૯-૧૦૦
પાંચમો કર્મગ્રંથ
આયોજિકાકરણ એટલે પ્રશસ્તયોગોનું સેવન. કેવલીભગવંતોની આ એક વિશિષ્ટ ક્રિયા હોય છે. સર્વે કેવલી ભગવંતો આ આયોજિકાકરણ કરે જ છે. તેથી શાસ્ત્રોમાં તેને આવશ્યકકરણ અને આવર્જિતકરણ પણ કહેવાય છે. આ કરણ કર્યા પછી જો આયુષ્યકર્મ અલ્પ અને શેષ નામ-ગોત્ર અને વેદનીય કર્મો અધિક હોય તો જ તે કેવલી ભગવાન્ શેષ ત્રણ કર્મોને આયુષ્યની સાથે સમાન કરવા માટે કેવલીસમુદ્દાત કરે છે. અન્ય કેવલીભગવંતો કે જેને શેષ ત્રણ કર્મો આયુષ્યની સાથે સમાન હોય છે. તે કેવલીભગવંતો સમુદ્દાત કરતા નથી. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે
सव्वो वि णं भंते केवली समुग्घायं गच्छति ? गोयमा ? । नो इणट्ठे समट्ठे, जस्साउएण तुल्लाइं बंधणेहिं ठिइए । य भवोवग्गहकम्माई, स न समुग्घायं गच्छइ । 'अगंतूणं समुग्घायमणंता केवली जिणा । जरमरणविप्यमुक्का सिद्धिं वरगई गया
૪૬૯
અર્થ—સર્વે પણ કેવલીભગવંતો હે ભગવાન! શું સમુદ્ધાત કરે? હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. જેનાં ભવોપગ્રાહી કર્મો આયુષ્યની સાથે તુલ્ય છે. તે સમુદ્દાત કરતા નથી. સમુદ્દાત નહી કરીને પણ અનંતાકેવલી ભગવંતો જરામરણથી રહિત એવી ઉત્તમતિ રૂપ સિદ્ધિને પામ્યા છે.
પ્રશ્ન
શેષ ત્રણકર્મો આયુષ્યકર્મથી અધિક હોય અથવા સમાન જ હોય એવું જેમ બની શકે છે તેમ આયુષ્યકર્મ અધિક હોય અને શેષ ત્રણકર્મો હીન હોય એવું શું બને કે ન બને ?
-
Jain Education International
ઉત્તર - એવું ન જ બને, કારણ કે આયુષ્યકર્મ પૂર્વભવમાં જે બાંધેલું છે તે જ હોય છે. અને તે પણ એક જ વાર બાંધેલું છે. જ્યારે આ ત્રણ કર્મો તો ગયા ભવોમાં અને વર્તમાન ભવમાં પણ ક્ષપક-શ્રેણી જ્યાં સુધી ન માંડે
For Private & Personal Use Only
www.jainelibrary.org