________________
ગાથા : ૯૯-૧૦૦
પાંચમો કર્મગ્રંથ
૪૬૭
આ પ્રમાણે કેવલજ્ઞાની થયેલા આ મહાત્મા ધર્મોપદેશ અને વિહારાદિ દ્વારા મહાન્ પરોપકાર કરતા છતા પોતાનું મનુષ્યભવનું શેષ રહેલ આયુષ્ય અનુભવતા છતા પૃથ્વીતલ ઉપર વિચરે છે. યોગનિમિત્તક ઈર્યાપથિક સાતાવેદનીય કર્મનો બંધ ચાલુ હોય છે. ચાર અઘાતી કર્મોનો ઉદય અને બે કર્મોની ઉદીરણા ચાલુ હોય છે. આ ગુણસ્થાનકની પ્રાપ્તિ મનુષ્યને જ થાય છે અને મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનું હોય છે. તેમાં સંસારી અવસ્થા અને દીક્ષિતાવસ્થામાં છદ્મસ્થાવસ્થાનો જેટલો કાળ હોય તેટલો કાળ તથા ચૌદમા ગુણ૦નો કાળ બાદ કરીએ તેટલો કાળ તેરમા ગુણસ્થાનકનો જાણવો. સામાન્યપણે ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોવર્ષ અને જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ જાણવો.
તથા સર્વે લબ્ધિઓ સાકારોપયોગે જ પ્રગટ થાય છે, આવો નિયમ હોવાથી તેમાં ગુણસ્થાનકના પ્રથમ સમયે કેવળજ્ઞાનોપયોગ પછી બીજા સમયે કેવળદર્શનોપયોગ એમ પ્રતિસમયે જ્ઞાનોપયોગ તથા દર્શનોપયોગ પરાવૃત્તિ પરાવૃત્તિ રૂપે એવી રીતે પ્રવર્તે છે કે મુક્તિ પ્રાપ્તિ સમયે પણ જ્ઞાનોપયોગ જ હોય. ત્યારબાદ મુક્તાવસ્થામાં પણ પ્રતિસમયે જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ ક્રમશઃ પ્રવર્તે છે. આ પ્રમાણે થવામાં જીવસ્વભાવ જ કારણ છે. છદ્મસ્થપણામાં અંતર્મુહૂર્ત ઉપયોગ બદલાતો હતો તે અહીં તેરમા ગુણસ્થાનકથી સમયે સમયે બદલાય છે. (જો કે આ બાબતમાં બીજા આચાર્યોના જુદા જુદા મત છે. મલ્લવાદીસૂરિજી આદિ આચાર્યો તેરમા ગુણસ્થાનકના પ્રથમસમયથી અનંતકાળ સુધી પ્રતિસમયે જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એક સાથે જ માને છે. બન્ને ઘાતકર્મોનો ક્ષય થયો હોવાથી બન્ને લબ્ધિઓ સાથે જ પ્રગટ થાય છે. અને સાથે જ વપરાય છે. પ્રતિબંધક કોઈ તત્ત્વ ન હોવાથી સમયાન્તરે ઉપયોગ ન પ્રવર્તે એમ કહે છે. “સમયે નલ્થિ તો ૩વો'' આવો જે પાઠ છે તે છપ્રસ્થમાત્રને જ આશ્રયી છે કે જ્યાં પ્રતિબંધક તત્ત્વ છે. આવી દલીલ તેઓ કરે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org