________________
ગાથા : ૯૯-૧૦૦
પાંચખો કર્મગ્રંથ
૪૬૫
જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય ૫, સાતા, યશ અને ઉચ્ચગોત્ર એમ કુલ ૧૭ પ્રકૃતિઓનો બંધ, મોહનીયકર્મનો ઉદય અને સત્તા, તથા સૂક્ષ્મસં૫રાય નામક દસમું ગુણસ્થાનક આ બધી જ વસ્તુઓ એકી સાથે સમાપ્ત થાય છે. ક્ષાયિકસમ્યક્તની પ્રાપ્તિથી પ્રારંભેલી મોહનીયકર્મના નાશની આ ધર્મયાત્રા અહીં સમાપ્ત થાય છે.
ત્યારબાદ સર્વથા ક્ષીણ થયો છે મોહ જેનો એવો આ જીવ મોહનીય કર્મને ખપાવવાની તમામ વિધિઓ પૂર્ણ કરીને હવે બારમે ગુણસ્થાનકે જાય છે. કવિઓ એવી કલ્પના કરે છે કે મોહસાગર તરીને જાણે થાક્યો હોય તેમ અંતર્મુહૂર્તકાળ કેવળજ્ઞાન પામતાં પહેલાં અહીં બારમાં ગુણસ્થાનકે વિરામ લે છે. (આરામ લે છે) પરમાર્થથી આરામ કે વિરામ હોતા નથી. પરંતુ શેષ ત્રણ ઘાતકર્મોના ક્ષયને કરવાનું કાર્ય અહીં બાકી છે. તેથી કવિઓની આ કલ્પના છે. બારમા ગુણસ્થાનકે આવેલો આ આત્મા ક્ષીણમોહી હોવાથી વીતરાગ અવસ્થાવાળો થયો છતો “સમાધિ” નામના યોગાંગને પામ્યો છતો તેના બળથી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય એમ ત્રણ ઘાતકર્મોનો સવિશેષ ક્ષય કરવાનો પ્રયત્ન આદરે છે. જો કે છએ કર્મોમાં પહેલેથી જ સ્થિતિઘાતાદિ ચાલુ છે. તેથી અલ્પ સ્થિતિક તો છે જ. તો પણ હવે જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતકર્મોમાં સવિશેષે આ કાર્ય થાય છે.
આ પ્રમાણે સ્થિતિઘાતાદિથી ત્રણ ઘાતકર્મોને સવિશેષ ક્ષય કરતાં કરતાં આ જીવ બારમાં ગુણસ્થાનકના સંખ્યાતા ભાગો જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી જાય છે. હજુ ઘાતકર્મો ક્ષીણમોહના કાળ કરતાં સત્તામાં વધારે હોવાથી અને બારમા ગુણસ્થાનકનો કાળ અલ્પ શેષ હોવાથી ચક્રરત્નસમાન “સર્વોપવર્તના” નામના કરણ વડે ત્રણે ઘાતી કર્મોને અપવર્તાવીને બારમા ગુણસ્થાનકના કાળપ્રમાણ સત્તાવાળાં કરે છે. ત્યાં જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અને અંતરાય ૫ એમ ૧૪ પ્રકૃતિઓને બારમા ગુણસ્થાનકના શેષ રહેલા કાળ પ્રમાણ કરે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org