________________
પાંચમો કર્મગ્રંથ
તથા સિદ્ધસેનદિવાકરસૂરિજી આદિ કેટલાક આચાર્યોનું કહેવું એમ છે કે કેવલજ્ઞાન પામેલા પરમાત્માઓમાં સામાન્યોપયોગ અને વિશેષોપયોગ એવો ભેદ જ હોતો નથી. તેથી સમયાન્તરે કે એક જ સમયમાં બન્ને ઉપયોગોનું સહવર્તિત્વ આ એકે હોતું જ નથી. શેય એવા સર્વે પદાર્થો સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક ધર્મવાળા હોવાથી અને આત્માની એક જ ચૈતન્યશક્તિ જ્ઞેયપદાર્થના બન્ને પ્રકારના ધર્મોને જાણવાનું કામ કરતી હોવાથી એક જ ચૈતન્યશક્તિનાં બે નામો છે. આ પ્રમાણે કર્મગ્રંથકાર, કમ્મપયડીકાર અને વિશેષાવશ્યક ભાષ્યકારાદિ આચાર્યો ક્રમોપયોગવાદને સ્વીકારે છે. મલ્લવાદીસૂરિજી આદિ તર્કવાદી આચાર્યો એક જ સમયમાં ભેદોપયોગવાદ સ્વીકારે છે અને સિદ્ધસેન દિવાકરસૂરિજી આદિ તર્કવાદી આચાર્યો એક સમયે અભેદોપયોગવાદ સ્વીકારે છે. આ વિષય સમ્મતિપ્રકરણ નામના ગ્રંથમાં બીજા કાંડમાં ઘણા વિસ્તારથી ચર્ચેલો છે. પ્રસંગોપાત આ વાત સમજાવી છે.
૪૬૮
તેરમા ગુણસ્થાનકે આરૂઢ થયેલા કેવલી પરમાત્મા સ્વ પર ઉપકાર કરતા છતા જઘન્યથી અંતર્મુહૂર્તકાળ અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણકાળ ગ્રામાનુગ્રામ વિચરે છે. એમ કરતાં કરતાં જ્યારે મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ થવા આવે અને અન્તિમ એક અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે સર્વે કેવલી ભગવંતો ‘આયોજિકાકરણ” કરે છે. આ કેવલી ભગવંતોને કોઇપણ પ્રકારની ધ્યાનદશા હોતી નથી. ધ્યાનાન્તરિકાદશા = ધ્યાન વિનાની સ્વોપયોગપરિણત દશા હોય છે. કારણ કે ધર્મધ્યાનના ચાર પાયા સાધક આત્માને હોય છે. આ આત્મા સાધકદશાથી ઉત્તીર્ણ થયેલા છે. શુક્લધ્યાનના પ્રથમના બે પાયા પૂર્વધરને હોય છે. જે છદ્મસ્થનો વિષય છે. આ કેવલી ભગવાન હોવાથી છદ્મસ્થ નથી અને છેલ્લા બે પાયા યોગનિરોધકાળે અને અયોગી દશામાં હોય છે. જે હવે પછી સમજાવાશે. એટલે આ કાળે ધ્યાનના વિરહવાળી અવસ્થા અર્થાત્ ધ્યાનાન્તરિકાદશા વર્તે છે. અર્થાત્ શુક્લધ્યાનના પ્રથમના બે પાયા અને પછીના બે પાયાની વચ્ચેની દશા હોય છે.
Jain Education International
ગાથા : ૯૯-૧૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org