________________
૪૬૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૯-૧૦૦
જે સમયે સંક્રિોધનાં બંધ ઉદય ઉદીરણા વિચ્છેદ થયાં તેના પછીના તુરતના સમયે જ સંજ્વલન માનની બીજી સ્થિતિમાં રહેલી પ્રથમ કિટ્ટિને આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે કરે અને વેદીને ક્ષય કરે. યાવત્ સમયાધિક આવલિકા બાકી રહે, ત્યાં સુધી. ત્યારબાદ માનની બીજી સ્થિતિમાં રહેલી બીજી કિટ્ટીને આકર્ષીને પ્રથમસ્થિતિ રૂપે કરે અને વેદીને ક્ષય કરે યાવત્ સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી. ત્યારબાદ માનની ત્રીજી કિષ્ટિને પ્રથમ સ્થિતિમાં લાવીને વેચવા દ્વારા ક્ષય કરે યાવત્ સમયાધિક એક આવલિકા બાકી રહે, તે જ સમયે સ. માનનાં બંધ ઉદય અને ઉદીરણા વિચ્છેદ પામે. સંજવલન માનનું પ્રથમ સ્થિતિમાં ત્રીજી કિટ્ટિનું એક આવલિકા પ્રમાણ અને બીજી સ્થિતિમાં અન્તિમકાળે બંધાયેલું એક સમયગૂન બે આવલિકા પ્રમાણ દલિક જ માત્ર સત્તામાં હોય છે. સામાનનું શેષ સમસ્ત દલિક ક્ષીણ થયેલું હોય. સં.માનની પણ શેષ વધેલી પહેલી કિટ્ટિની આવલિકા બીજી કિટ્ટિમાં. બીજી કિષ્ટિની આવલિકા ત્રીજી કિટ્ટિમાં અને ત્રીજીકિટ્ટિની આવલિકા સં. માયાની પ્રથમકિટ્ટિમાં સંક્રમાવે છે. અને સમાનનું બીજી સ્થિતિમાં વધેલું અન્તિમકાલે બાંધેલું સમયગૂન બે આવલિકાનું કર્મદલિક સં.માયામાં ગુણસંક્રમ દ્વારા અને અન્તિમસમયે સર્વસંક્રમ દ્વારા સંક્રમાવે છે. આ રીતે માનનો પણ સર્વથા ક્ષય કરે છે.
આ જ ક્રમે સંજ્વલન માયાની પ્રથમકિટ્ટિને, પછી બીજીકિટ્ટિને અને ત્યારબાદ ત્રીજી કિટ્ટિને બીજી સ્થિતિમાંથી ઉતારીને પ્રથમ સ્થિતિ રૂપે કરે અને વેદીને નિર્જરે. ત્રીજી કિટ્ટિની એક આવલિકા જયારે બાકી રહે ત્યારે સંજ્વલન માયાનાં બંધ ઉદય અને ઉદીરણા વિચ્છેદ પામે અને તે જ વખતે લોભની પ્રથમકિટ્ટીને આકર્ષીને પ્રથમસ્થિતિ રૂપે કરીને ક્ષય કરવાનો પ્રારંભ કરે અને તે કાળે સંજવલન માયાની ત્રીજી કિટ્ટિનું પ્રથમ સ્થિતિમાં બચેલું સમયાધિક આવલિકા પ્રમાણ દલિક તેટલા જ કાળે તિબૂક સંક્રમથી સં. લોભની પ્રથમ કિટ્ટીમાં નાખીને નિર્જરે. અને માયાનું બીજી સ્થિતિમાં રહેલું સમયગૂન બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org