________________
ગાથા : ૯૯-૧૦૦
પાંચમો કર્મગ્રંથ
૪૬૧
આવલિકા બાકી રહે ત્યાં સુધી ક્ષય કરે. ત્યારબાદ તે જ સં. ક્રોધની બીજી સ્થિતિમાં રહેલી ત્રીજી કિટ્ટીને આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે કરે અને વેદીને ક્ષય કરે યાવત્ આ ત્રીજી અલ્પતરબાદર કિટ્ટી પણ એક સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી ક્ષય કરે. તે જ સમયે સંજ્વલન ક્રોધના બંધ, ઉદય અને ઉદીરણા ત્રણે એકી સાથે વિચ્છેદ પામે અને સંજવલન ક્રોધની સત્તા બીજી સ્થિતિમાં અન્ધકાળે પ્રતિસમયે નવાં બંધાયેલાં એક સમયપૂન બે આવલિકા કાળ પ્રમાણ દલિકો બાકી હોય અને પ્રથમ સ્થિતિમાં ત્રીજી કિટ્ટિનું વધેલું એક આવલિકા માત્ર દલિક બાકી હોય. શેષ ક્રોધનું સર્વે દલિક ક્ષીણ થયેલું હોય છે.
પ્રથમ કિટ્ટિનો ક્ષય કરતાં કરતાં જે સમયાધિક એક આવલિકા પ્રમાણ દલિક વધેલું, તે દલિક બીજી કિટ્ટિને પ્રથમ સ્થિતિ રૂપે કરીને વેદીને ક્ષય કરતો હોય ત્યારે તેમાં સ્તિબૂક સંક્રમથી સંક્રમાવીને સમાપ્ત કરે છે. એવી જ રીતે બીજી કિટ્ટિનું એક આવલિકા પ્રમાણ કર્મદલિક ક્ષય કરતાં કરતાં વધેલું. તે દલિક ત્રીજી કિટ્ટિને પ્રથમ સ્થિતિ રૂપે કરીને વેદીને ક્ષય કરતો હોય ત્યારે તેમાં સંક્રમાવીને સમાપ્ત કરે છે. તથા ત્રીજી કિટ્ટિનું ક્ષય કરતાં કરતાં પ્રથમ સ્થિતિમાં એક આવલિકા પ્રમાણ કર્મકલિક જે વધેલું તે સંજ્વલન માનની પ્રથમ સ્થિતિ રૂપે કરાયેલી પ્રથમ કિષ્ટિના દલિકમાં સંક્રમાવીને તે રૂપે વેદીને નિર્જરે છે. આ જ પ્રમાણે માનાદિ શેષ કષાયોમાં જાણવું એટલે કે પહેલી કિષ્ટિનું વધેલું બીજી કિટ્રિમાં, બીજી કિષ્ટિનું વધેલું ત્રીજી કિષ્ટિમાં, અને ત્રીજી કિષ્ટિનું વધેલું પાછળલા કિષાયની પ્રથમ કિષ્ટિમાં સંક્રમાવીને તે રૂપે વેદીને નિજેરે છે.
સંજ્વલન ક્રોધના બંધાદિ જ્યારે વિચ્છેદ પામ્યાં ત્યારે બીજી સ્થિતિમાં સમયગૂન બે આવલિકા પ્રમાણ જે નવું બંધાયેલું દલિક બાકી છે કે જેની કિઠ્ઠિઓ કરી નથી તે માનની કિઠ્ઠિઓનો ક્ષય કરવાની સાથે જ ગુણસંક્રમ વડે માનમાં સંક્રમાવવા દ્વારા અને અન્તિમ સમયે સર્વસંક્રમણ વડે સંક્રમાવીને સંજવલન ક્રોધનો તેટલા જ કાળમાં સર્વથા ક્ષય કરે છે.
s
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org